સ્વર – સંગીત : ??
This text will be replaced
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!
નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.
એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.
Share what you loved...
Email
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
ભલેને
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી
“હાશ” કહી ઈશ્વર પણ હરખાયો જ્યારે
આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું….!
excellent!
ઝઝા બોલી ખમ્મા ખમ્મા ;
હિઁમત બોલી ‘અલ્લા બેલી’….સરસ !
Sundar rachanaa…
Swar : Bharat Gaandhi (Kadaach Sangeet pan)
ખુબ જ સરસ અને પ્રેરણાદાયક રચના.
હુ ગુજરતિ છુ ભુલિગયો હતો યાદ અપાવવા ધન્યવાદ
ખુબ જ સરસ !
ધન્યવાદ….
બહુ સરસ.હિમ્મત હારેલા માનવિમા જોશ જગાદે
i want to listen “tu dhal dholiyo ne hu ghazal no divo karu” and the poet’s name
કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો જરુર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. -મરીઝ.
ખુબ જ સરસ !
ધન્યવાદ….”નિરસાવાદી માણસ દરેક તક માં મુસ્કેલિઑ સોધે ,જ્યારે આસાવાદિ માણસ દરેક મુસ્સ્કેલિ માં તકો સોધે……
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!
અલ્લાવબેલી……
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’
હીમ્મ્ત બોલી અલ્લાવબેલી……
બહુ સમય બાદ શુન્ય મલ્યા.
બહુ જ સરસ..
જ્યારે જ્યારે આવા શબ્દો વાચુ ત્યારે હૈયે ઉમન્ગ જાગે .
શૂન્ય સાહેબ નુ જિદગી માટે નુ અવલોકન ઘણુજ ઉંડાણભર્યુ છે. એમા સંદેશો છે કે મુશ્કેલીઓ સામે બાથ ભીડો ખાલી નસીબને સહારે જિંદગી ન જીવો.