Category Archives: લગ્નગીત

લગ્નગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લગ્નગીત ૧ : પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
લગ્નગીત ૨ : માંડવળે રે કાંઇ ઢાળો ને બાજોઠી
લગ્નગીત ૩ : આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
લગ્નગીત ૪ : બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના
લગ્નગીત ૬ : કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લગ્નગીત ૭ : પારસી લગ્નગીતો

લગ્નગીત ૭ : પારસી લગ્નગીતો

હું મોટી નાવલિયો નાનો..
કેમ ચાલે સંસાર રે?
નાવલિયો નાનો..

This text will be replaced

* * * * *

પિયરનો પ્રેમ છોડી ચાલી બેની સાસરે

This text will be replaced

* * * * *

ચાલો લાડીલી તમે આપણે તે ઘેર રે

This text will be replaced

* * * * *

ક્યાંથી સૂરજ બોલે રે

This text will be replaced

* * * * *

Share what you loved...

લગ્નગીત ૬ : કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

This text will be replaced

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- ગોપીનાથ પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સસરા પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- માંડવરાય પૂજવાને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સાસુ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
વાંકાનેરમાં —— પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા જેઠ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
પાલીતાણે આદીશ્વર પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા કંથ પામ્યા રે

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

Share what you loved...

લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!

This text will be replaced

નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા વરરાજાના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી વરરાજાની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા વરરાજાના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા વરરાજાના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી મેહુલિયાની હેલી
એવી વરરાજાની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા સરવર પાળે આંબા
એવા વરકન્યાના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

Share what you loved...

લગ્નગીત ૪ : બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

અને લગ્નગીતોનો એક ખાસ પ્રકાર – ફટાણાંની જરા મઝા લઇએ આજે..

This text will be replaced

બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના
હે સૌને ખોટી કરતા તાણ રે વેવાણ મીઠા વગરના

રૂપ એનું એવું કે કાળી અમાસ
અંગ એવા મહેકે ન આવે કોઇ પાસ
એ તો અમથા માંગે માન રે, વેવાણ મીઠા વગરના

તાડ જેવા ઉંચા ને નાકે છે બૂચા
એક આંખ બંધ તોયે ભારે છે લુચ્ચા
દાંત નહીં પણ ચાવે પાન રે, વેવાણ મીઠા વગરના

Share what you loved...

લગ્નગીત ૩ : આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

This text will be replaced

આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરના કાકા ને વરના મામા
પહેરીને ઉભા જરકસીજામા
જોવા ઉમટ્યું લોક તમામ, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરની મા તો લાગે સધ્ધર
વાજા વાગે ને ચાલે અધ્ધર
સૌને આપે એ બહુમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ઢોલ નગારાને ત્રાંસા વાગે
સંગે શરણાઇના સૂર ગાજે
ભલે પધાર્યા આજ મહેમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ધૂશળ મૂશળ —–
સાસુજીએ પોંખ્યા જમાઇ,
નાક તાણી કહે રાખજો ભાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

Share what you loved...