Category Archives: પિયુષ દવે

પિયુષ દવે

પિયુષ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ



સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા – તુષાર શુક્લ

ગઇકાલે આપણા વ્હાલા કવિ ‘તુષાર શુક્લ’નો જન્મદિવ (Sept 29th), તો આજે આ એમની કલમે લખાયેલો ગરબો સાંભળતા એમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપીએ ને ?

Happy Birthday તુષારભાઇ.. તમારા ગીતોએ કેટલાય ગુજરાતીઓને – ગુજરાતી ગીત સાંભળતા – ગણગણતા કર્યા છે.. એના માટે અમારા બધા તરફથી ખૂબ ખૂબ આભાર.. અને શુભેચ્છાઓ..! :)

[ Correction : તુષારભાઇનો જન્મદિવસ ૨૯ જુન છે - એટલે હું એક દિવસ નહીં, ૩ મહિના અને એક દિવસ મોડી પડી. :) ]

સ્વર : પિયુષ દવે
સંગીત : ડો. ભરત પટેલ

This text will be replaced

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…