Category Archives: માધવ ચૌધરી

માધવ ચૌધરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

રઢિયાળી ગુજરાત - માધવ ચૌધરીરઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી

સૌને મારા તરફથી ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ…

સ્વર : નરેશ ખંભાતી
સંગીત : મેહુલ સુરતી

રઢિયાળી ગુજરાત
અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત
અમારી રઢિયાળી ગુજરાત!

કીર્તિ તણી સૌરભ પ્રસરતાં ગરવાં તારાં બાળ,
ગાંધી વલ્લભ સપૂત તારા, ભારતતારણહાર!
દેશ થયો રળિયાતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

દયાનંદ સ્વામીએ સ્થાપ્યો રૂડો આર્ય સમાજ,
દલપતરામ-કવિ નર્મદને કર્યાં કીર્તિનાં કાજ;
કૂખ દીપાવે માતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

———————————————————

સાથે સાંભળો :

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…