હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરવી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી:
‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દજો –
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાનાં કેરા જો સળિયા –
એનાં ક્રન્દન શું નથી સાંભળિયા?
એની ભીતર મૌન એકાકી રિબાઇ રિબાઇ હજારોના પ્રાણ શમે –
ત્યારે હાય રે હાય, કવિ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિ:શ્વાસભર્યા જગમાં
સિતમે સળગંત ધરા-તલમાં:
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને,
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્રતણા:
પીએ ઝેરી હવા જે દમેદમમાં,
એને શાયર શું! કવિતા શું! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ! તુંને કૃષ્ણકનૈયાની બંસરી કેમ ગમે!

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે:
કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે ?

6 replies on “હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી”

  1. મારેી ગુજરાતિ ગેીતોનેી ફાઈલમાં નેીચેના ગેીતો મલ્યા.

    ॥૧૦॥ પથિક તારે વિસામ ના
    પથિક તારે વિસામના, પથિક તારે વિસામના, દૂર દૂર આરા, હાં, હાં હાં દૂર દૂર આરા.
    ના સિંચશે કો મારગે તારા, હિમાંશુની શિતળ ધારા, માથે વરસે ધોમ-ધખારા, રેતીના પગથારા, ઉની રેતીના પથારા, હાં, હાં, હાં દૂર દૂર આરા. — પથિકતારે —
    ફુલકેબુલબુલ વાટેનામળશે,હરણાંકેઝરણાંદ્રષ્ટેના પડશે, સોનેરી સમણું એકે ના ફળશે, મુક્તિ મારગ ન્યારા, હાંહાં છે મુક્તિ મારગ ન્યારા, હાં,હાં, હાં, દૂર દૂર આરા. —- પથિક તારે —-

    ॥૧૧॥ તારાં સ્વજનો
    તારાં સ્વજનો તને જાય મૂકી તો, તેથી કાંઈ ચિંતા કરે ચાલશે ના. (૨)
    હો તારી આશા-લતા પડશેતુટી,આશાલતા પડશેતુટી, ફુલ ભલે પાંગળશેના, તેથી કાંઈ ચિંતાકરે ચાલશેના. હો તારાં સ્વજનો તને—
    મારગે તિમીર ઘોર ઘેરાશે, તેથી તું શું પાછો ફરશે? વારંવારે ચેતવે દીવો(૨), ખેર તોયે તે ચેતશે ના, તેથી કાંઈ ચિંતા કરે ચાલશેના. હો તારાંસ્વજનો—
    દ્વાર કદી દીધેલાં મલશે, તે થી તું શું પાછો ફરશે? વારંવારે ઠેલવા પડશે(૨), ખેર તો યે તે ખૂલશે ના, તેથી કાંઈ ચિંતાકરે ચાલશે ના. હો તારાં સ્વજનો—
    સુણી તારા મુખની વાણી, વિંટળાશે વનવનના પ્રાણી તોયે તારા ઘરનાં ઘરમાં પત્થરો પીગળશે ના! તેથી કાંઈ ચિંતા કરે ચાલશેના. હો તારાંસ્વજનો—

    • Dear Shri Vakharia Saheb

      I m really excited that you have sent these two poems for which I was trying for last 6o years. My auntie was singing so well n I would insist when I was up to ten years old that she should sing these poems for me until I slept n she would sing. Of course I grew up she married n there was nobody to sing these poems for me. When she passed away about two years back n there is nobody even with whom I could even remind these poems sung by her
      Incidentally pathology Taresh visa mana you have given is not complete. Can you who wrote that poem.
      Can you provide your contact details I m in Mumbai.
      My email id is girishmdave@gmail.com
      Kindest regards
      Girish Dave

  2. Girish M Dave
    I am giving herein below in roman or english script poem of rabindranath tagore in gujarat but in english script translated by Mahadevbhai Desai
    “Tari Jo Hak Suni Koi Na Ave To Eklo Jane Re
    Eklo Jane Eklo Eklo Re
    Jo Sauna Moho Sivay Ore Ore O Abhagi Sauna Moho
    Sivay
    Jyare Saue Bese Moho Pheravi Saue Dari Jay
    Tyare Haiyum Kholi Are Tu Moho Muki Tara Manau
    Ganu
    Eklo Jane Re…..
    Jo Saue Pacha Jai Ore Ore Abhagi Saue Pacha Jaay
    Jyare Ranavagade Nisarva Tane Sau Khune Samtay
    Tyare Kanta Rane To Tare Lohi Nigaalte Chaarne Bhai
    Eklo Jane Re…..
    Jyare Dive Na Dhare Koi Ore Ore O Abhagi Divo Na
    Dhare Doi
    Jyare Ghanghori Toophani Rate Barase Tane Joi
    Tyare Aabhagi Vije Tu Salagi Jane Saune Divo
    Eklo Thane Re……
    Tari Jo…….”. I hope somebody with good voice will sing and upload this song on this website

  3. i am sorry that i am always demanding without giving anything but i think only you can give and hence this cumulative request
    can we have from you
    (i) a song which was very popular in forties (probably in 1947-48-49 “pathik tare visamana”
    (ii) eklo jane re of tagore trnslated by mahadev desai
    (iii) suni tara mukhni vanivintalashe van van na prani also by tagore and translated by mahadev desai; and
    (iv) “ek sheri tran rahevasi seth ne bija ram triji bai mankor randeli” by sundaram>

    Even if you cannot give song sung by somebody at least give the script in gujarati words

    many man y thanks

  4. is it possible for you to give bengali and gujarati translation of “ekla chalo re” and “Suni tara mukhni vani vintalashe van van na prani toy re taara gharna ghar man pattharo pigashe na”

    many many thanks if you could give

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *