સ્વર : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી
.
જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇ ને મગન, લહેરા.. જા….
ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા…. જા…..
જા રે ઝંડા જા ….
શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા
મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા…. મા….
જા રે ઝંડા જા …
દિવાલ થઇને ઉભો હિમાલય
મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે
ખેલાશે સમરાંગણ
મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ ઠળે
આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા….
જા રે ઝંડા જા ….
મને આ ગીત ખુબ ગમ્યુ આભાર
like this National song to hear..
ખુબ સરસ,, રાષ્ટ્રધ્વજ ને પુરી અદબ સાથેનું સલામી ગીત.મને ગમ્યું.
ખુબ જ સુન્દર ભાવ્વાહિ ગ્ગીત.
I like this song very much but I can’t hear it properly.
હુઁ મિથલેશ સાથે સઁમત થઊ છુ.
very nice. I like it very much.
આજે સુંદર ગીત આપ્યું.
ગૌરવથી માથું ઊંચું થઈ જાય એવો જુસ્સો છે ગીતમાં!
આભાર
GEET AENA ORIGINAL RUP MA HOT TO VADHU SARU HOT AARTI BEN PASE AA GIT KHUB PAHELA SAMBHALYU HATU PAN AAJE MAZA NA AAVI…..DOORDARSHAN PAR NO ORIGINAL SWAR NATHI ZILAYO AHI ATHW TO MARA SOUND SYSTEM NI KHARABI HOY SAKE.