તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !
હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતંનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !
તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !
જ્યારે માર મિત્ર રસ્બિહરિ દેસૈ આ ગેીત આકશ્વાનિ, અમ્દાવાદ મ રેકોર્દ કર્તા હતા ત્યારે હુ ત્યા હતો અને હુ સસન્ગિત / કવિતથિ હલિ ગયો હતો. તમ્ને આજિજિ ચ્હે કે રસ્ભૈનુ ગયેલુ ગેીત ફરિ તહુકો પર મુકો અને મને માર એમૈલ પર ખબર કરો. ખુબ ખુબ આભાર્.
તમારા પ્રય્ત્નો પર્થેી મારા અસ્ન્ખ્ય મિત્રો ને આવા સારા ગિતો સમ્ભ્લવિ શકુન ચ્હુ.
Really a remarkable Gazal with multi dimensional meanings………
ખરેખર સુન્દર રચના..!!!!
great poet…
શૂન્ય પાલનપુરી
heads off…
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !
વાત દિલ ની કોઇ લખી ગયુ કલમ થી,
થાય જો સુણી ને દુઃખ તો દોસ્ત્,ક્ષમા કરી દે !
ખુબ જ સરસ છે.
આ ગઝલ તો મનહરભાઈએ ગાઈ છે
kaaNtaonu beechavi bistar kahe che duniya
podhi ja hasta hasta phooLoni sej mAni…….
zamano to zaveri che
pahela e Teepse…..
gadai jaso moorat ni jem
pachi e poojse………..
Kshma kari de……..
તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !
– બહુ સરસ વાત ! શૂન્યની શૂન્યતામાં સંતાયેલા સામર્થ્યની આટલી સુંદર પીછાણ ‘શૂન્ય’ સિવાય બીજું વળી કોણ આપી શકે ?!
ખુબ જ સરસ રચના છે.
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે
આ ગઝલ ને તોલે કોઈ ના આવે…… ક્ષમા કરી દે ….