પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વરાંકન : રજની કુબાવત
સ્વર : રજની કુબાવત અને કોરસ (વેણુ ભટ્ટ, સુરભી કુબાવત, ગાર્ગી માણેક, પૂર્વા વેકરીયા, રાધિકા જાની, પ્રાચી પટેલ)
સંગીત : દિપેશ દેસાઇ
આલ્બમ : સામિપ્ય

.

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !

35 replies on “પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’”

  1. આ કવિતા મારેી પ્રથમ કવિતા છે બચપન ની યાદ તજી થઇ ગઇ. બસ હવે ઘરે જઇને વાઈફ ને સંભળાવીશ.

  2. સ્રુશ્ટીના સર્જનહારની વિભુતી દર્શાવતુ આ ગીત કે પ્રાર્થના રોજ સવારે ગાવા જેવી છે. બીજી આવીજ પ્રાર્થના યાદ આવે. ઓ ઈશ્વર ભજીએ તને. પ્રુથ્વિ પાણી પર્વતો સુરજ ને વળી સોમ, એ તો સઘળુ તે રચ્યુ જબરુ તારુ જોમ આ પન્ક્તિ ચાન્દા સુરજમાયે તુ છે એની જોડે સરખાવવા જેવી છે.

  3. this prayer we sang in c n vidyalaya my school. snehrashmi was our aacharya. i lovethis song too much. thanks 4 sharing.

  4. હરતાં-ફરતાં કે નીંદરમાં
    રાતે-દિવસે, સાંજ-સવાર;
    તારો અમને સાથ સદાયે,
    તું છે સૌનો રક્ષણહાર..
    ..નમીએ તુજને વારંવાર !

    સુંદર પ્રાર્થના!

  5. Thanks to Tahuko and jayshreeben .Again I am in Bharat high school.Uttarsanda. Now I will start net on gujarati web.Purshottambhai na gito sunya.maga avi gai .mara gamna mahan sagitkar che.Maro sangit prem temne karne che.Sangitprem amara hole family man che.My grand daughter play piano in us.I am on Facebook for knoldge of spiritual.

  6. વાહ્,મજા આવિ ગઇ આ સાભલિ ને,ખુબ્ ખુબ આભાર આવિ રિતે બચપન યાદ કરાવતા રહેજો

  7. રોજ રોજ સવાર સાઁજ જયશ્રીબેન આવી સરસ રચનાઓ સઁભળાવતા રહે એ જ પ્રાર્થના.

  8. Wonderful!! May God bless you with the strength, spirit and opportunity to compose, sing and publish more of such soothing songs. Keep it up!

  9. આ સુંદર રચના નિશાળમાં ભણેલા એ યાદ કરાવી ગઈ! હવે તૉ આ ગીત મારી નાનકડી પદ્મજાને પણ શીખવાડીશ.જયશ્રીબેનનૉ આભાર!ગીતા વકીલ.

  10. શાળાના સુંદર દિવસો અને રોજ સવારે હાથ જોડીને હારબંધ ઉભા રહીને ગાયેલી એ પ્રાર્થનાઓ અને એ મિત્રો, બધુંય યાદ આવી ગયું…

    પહેલાના સમયમાં આવા કેટલા સુંદર ગીતો/કાવ્યો/પ્રાર્થનાઓ હતા? વડોદરાની અમારી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં રોજ સવારે દેશભક્તિના ગીતો વગાડાતાં…. એક થી બાર એ બધાંય વરસ એ ગીતો રોજ સવારે સાંભળેલાં…

    ખૂબ સુંદર રચના….શ્રી સ્નેહરશ્મિની કલમની પ્રસાદી માણીને મજા પડી…

  11. આ ગિત હ્નુ અને મારિ બેન ઉમા રોજ સવઅરે મારા પિતાજિ સ્નેહ્રશ્મિ નિ સાથે ગાતા અને જ્યઅરે ઉમાશન્કર્ભૈ અમારે ત્યઅ આવે ત્યઅરે આ ગિત સમ્ભલવતા

  12. સરસ પ્રાથના, પ્રાથમિક શાળામા એ નિયમીત થતી એવુ યાદ આવે છે આનદ થઈ ગયો, આભાર્………

  13. આ પ્રાર્થના એટલી બધીવાર ગાઈ છે કે આજે આ રચના સ્નેહરશ્મિની છે એમ જાણ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું…

  14. પ્રથમ પન્ક્તી મા શબ્દો આડા અવળા છે. ખરા શબ્દો આ મુજબ છે ….

    પરોઢિયે પંખી જાગીને
    ગાતાં તારાં મીઠાં ગાન;

    ગીત સામ્ભળી મજા આવી ગઇ

  15. ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં પહેલા કવિતા અને પછી શાળામાં પ્રાર્થનારૂપે મળેલી આ રચના આજે બાળપણની યાદ રૂપે મળી છે.

    ધન્યવાદ.

  16. શાળામાં આ કવિતા શીખી હતી. હવે તો આવી કવિતાઓ કે આવા ભજન ક્યાં ભણવામાં આવે છે? હવે તો સિનેમામાં પણ ક્યાં આવા ભજનો આવે છે?

    સરસ ભજન છે.

  17. સ્કૂલમાં કવિતારૂપે આ ભણી ગયેલા તે યાદ આવ્યું. જૂની યાદો તાજી થઈ.

  18. best composition
    best music
    simple wordings
    goes deep in to the heart
    i enjoyed much
    cause i am regular in praising almighty the creator of the worlds and owner of the day of judgment every morning at 4.30 a.m
    “Tu SAU NO SAU TARA CHE”…..reminds words of bhagwad gita
    ” WO JO SAB MEIN HE >>>>>SAB USMEIN HE”
    he is every where esp in your heart
    rahi wat duniya ni maya
    a avi che ke
    “Ishwar ishwar sau kareche Ishwar nij Bhakti kareche,Ishwar thij mange che tem chata Ishwar gher jawa taiyar nathi.
    a je sau no malik che sau ne sad budhi aape

  19. ‘પરોધિયે પન્ખિ જાગિને’ ગિત ખુબ સરસ્!! મને
    ગમ્યુ.ધન્યવાદ્!!!

  20. બાળપણની યાદ આવી ગઇ.
    “ખારા ખારા ઉસ જેવા આchha આchha તેલ chhe,”
    કવિતા વાચવાની ઇચ્chha chhe. જો મૂકી શક્તા હો તો.

    • ખારા ખારા ઊસ જેવા
      આછાં-આછાં તેલ,
      પોણી દુનિયા ઉપર
      એવાં પાણી રેલમછેલ !

      આરો કે ઓવારો નહીં
      પાળ કે પરથારો નહીં
      સામો તો કિનારો નહીં
      પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

      આભનાં સીમાડા પરથી,
      મોટા મોટા તરંગ ઊઠી,
      વાયુ વેગે આગળ થાય,
      ને અથડાતા-પછડાતા જાય !

      ઘોર કરીને ઘૂઘવે,
      ગરજે સાગર ઘેરે રવે !
      કિનારાના ખડકો સાથે,
      ધિંગામસ્તી કરતો-કરતો,
      ફીણથી ફૂંફાડા કરતો,
      ઓરો આવે, આઘો થાય,
      ને ભરતી-ઓટ કરતો જાય !

      ઊંડો ઊંડો ગજબ ઊંડો !
      માણસ ડૂબે, ઘોડા ડૂબે !
      ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
      હાથી જેવાં તૂત ડૂબે !
      કિલ્લાની કિનાર ડૂબે !
      તાડ જેવાં ઝાડ ડૂબે !
      મોટા મોટા પહાડ ડૂબે !
      ગાંડો થઈને રેલે તો તો
      આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

      વિશાળ લાંબો પહોળો
      ઊંડો એવો મોટો ગંજાવર !
      એના જેવું કોઈયે ન મળે !
      મહાસાગર તો મહાસાગર !

      – ત્રિભુવનદાસ વ્યાસ

      (આભાર – મેઘધનુષ)

  21. Its very nice one….enjoyed……સાંજે.. પણ આનંદ થયો સવારનો.

    સ્વર અને સ્વરાંકન ……અદભૂત!

    • લગભગ ત્રીસ વર્ષ પહેલાં આ કવિતા વાંચી હતી આજે ફરી વાંચી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *