આ સમૂહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઇએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઇએ.
અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં
ધ્યાન ખેંચે તેવું તેમાં મધ્ય હોવું જોઇએ.
નાટ્ય, સંવાદો, કથાનક – કેટલું કંઇ છે છતાં
એમ લાગે છે કે થોડુંક પદ્ય હોવું જોઇએ.
લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.
ચાંદ, તારા, સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે – કંઇ ભવ્ય હોવું જોઇએ.
( કવિ રાવલની બીજી ગઝલો વાંચો : લયસ્તરો પર )
ફાઈન
Good work Kavi! Hoping for some more
કાફિયાની પસંદગી અત્યંત સુંદર, રહસ્યસ્ફોટ કરે તેવી,સાદ્યંત સુંદર ગઝલ
લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.
excellent!!
…તથ્ય હોવું જોઇએ.
…મધ્ય હોવું જોઇએ.
…પદ્ય હોવું જોઇએ.
…સત્ય હોવું જોઇએ.
…ભવ્ય હોવું જોઇએ.
એક સુંદર રચના!
જીવનમાં સુખ અને દુઃખની મધ્યમાં,
સંધ્યાકાળ જેવું કઈંક દિવ્ય હોવું જોઈએ.
આભાર
નાટ્ય, સંવાદો, કથાનક – કેટલું કંઇ છે છતાં
એમ લાગે છે કે થોડુંક પદ્ય હોવું જોઇએ.
સાવ સાચી વાત!
લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.
આખે આખી ગઝલ સુંદર છે…સંપૂર્ણ મૌલિક.
લીંબડાનાં પાન કડવાં – ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઇએ.
-સરસ વાત… અભિનંદન, કવિ !