ના સિન્ધુમાં, નદીમાં કે કોઇ તળાવમાં,
ડૂબી ગયો છું હું મારી જ નાવમાં.
જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.
તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.
મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.
આ ફૂલ, આ ચિરાગ કબર પર વૃથા નથી;
‘બેફામ’ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.
અદભૂત
BEFAAM MA KHUB BARKAT CHHE !!EMNE BARKAT CHHE BEFAAM!!!!
ટહૂકો વાંચ્યા નો આનંદ કૈ ઓરજ હોયછે.દરરોજ કંઇક નવુજ જાણવા મળેછે.મારા મિત્ર ડો.નિરજ મહેતા નો આભાર કે તેમણે મને ટહૂકો વિષે જાણકારી આપી.
ખુબજ સરસ , બે આખ મળે ત્યા સેતુ , નહિ રાહુ નહિ કેતુ
સુકેતુ,.
જયશ્રી, what a lovely collection every day i open this programme and if i find someting new i tell my firends that pl look and here the gazals ,songs ,poetry etc even at home i talk to my wife about the programme veru nice of you pl do write abit oyu i will be pleased lots of love from our family members
મારી પીડાની વાત વધારીને ના કહો,
છાંટો નહીં ઓ દોસ્ત, નમક મારા ઘાવમાં.
આ શેર બહુ જ ગમ્યો.
“દિલાસાથી હવે તો દિલને પારાવાર લાગે છે,
હૃદય પર હાથ રાખું તો હૃદય પર ભાર લાગે છે.”
અમૃત ઘાયલ યાદ આવી ગયા.
હંમેશની જેમજ બેફામ એટલે બેફામ
સરસ ગઝલ
હાય જયશ્રી, આજે જ ટહુકો વિશે જાણ્યુ… આજે જ ટહુકાની મુલકાત લીધી… અને આજે જ ફરી ઍકવાર અંદર કંઈક કૂણી સંવેદનાઑ સળવળી ઊઠી… ગુજરાતી સાહિત્ય માટે આવુ ઉમદા કામ કરવાની ઈચ્છા હોવી અને આવુ કંઈક ખરેખર કરવુ ઍમા બહુ ફેર છે! અંતરથી અભિનંદન!
તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.
જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.
-સુંદર ગઝલ…
જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.
– સરસ !