સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
.
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
– ઇન્દુલાલ ગાંધી
GUJARATI GARBO WITH LYRICS. REALLY ENJOYED. I CAN NOT STOP TRYING TO SING. IF THE KARAOKE FOR THIS GARBA IS AVAILABLE WITH YOU I CAN ENJOY MY VOICE WITH MUSIC ALSO.
કાયમ સામ્ભલ્વુ ગમે તેવુ ગાયન્….
around 10 gujju brahmin gals perfomed this garbo in new year party this year 2010 in toronto. they were awesome.
hats off to all gals as well as original singer,musician and lyricist.
jignesh
toronto
canada
મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી અને આજની પોસ્ટ બન્ને સાભળી ખુબજ આનન્દ થયો.
only TAHUKO remembered Sri Indulal Gandhi on his birth day on 8 th December. Should I congratulate Indibhai for invaluable his poems or TAHUKO to remember such persons ?
Bankim Rameshchandra Dholakia
બવ જ મજા આવી …..
આનન્દ દરશાવવા શબ્દો નથી …
ખુબ ખુબ આભાર બેટા …
નરેન્દ્ર
[…] રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘
આ ગીત વિશે સન્ગીતકાર-ગીતકાર જેવી માહિતિ ચોક્કસ નથી મળતી.
માળવા એટલે કયો પ્રદેશ ઊજ્જૈન કે આબુ?
અમુક શબ્દો પ્રાચીન કેટલાક અર્વાચીન
તોય ગુજરાત અને ગુજરાતીઓની લાગણીઓનો ધબકાર
Jai Gujarat & Jai Gujarati
આ ગી બધા લોકગીત હોવાનુ માને છે, પણ મેં ક્યાંક વાંચ્યુ છે એ મુજબ આ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે. અને હા, વધારાની કેટલીક પંક્તિઓ કે જે આ ગીતમા શામેલ છે.
લાખ ટકા આલું રોકડા,
કોઇ જાવ જો દરિયાપાર રે
શૉક્યના સાયબાને જઇ એટલુ કહેજોઃ
તારી બેન પરણે ઘરે આવ્ય રે
બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી’ રોકજો જાન રે.
શૉક્યના સાયબાને જઇ એટલુ કહેજોઃ
તારો વીરો પરણે ઘરે આવ્ય રે.
વીરો પરણે તો ભલે પરણે
એની જાડેરી જોડજો જાનરે
શૉક્યના સાયબાને જઇ એટલુ કહેજોઃ
તારી માડિ મરે ઘરે આવ્ય
માડિ મરે તો ભલે મરે
એને બાળજો બોરડી હેઠ
શૉક્યના સાયબાને જઇ એટલુ કહેજોઃ
તારી માનીતીની ઊથી આંખ
હાલો સિપાઇઓ હાલો ભાઇબંધીઓ
હવે હલકે બાંધો હથિયાર
aa puro git moklsho
વર્સો વિતિ ગયા તો પન આ ગાયન નિ અએજ
પુરુશોત્તમ ભાઇનુ ગિત – ઉપર ગગન નિચે ધર્તિ ધ્લ્યા ધલે પન મલ્યા મલે નહિ
બિજુ ગિત- હે મારા સાથિયામા એક રન્ગ ઓચ્હો પદે.
jayshreeben thank you very much for this wonderful site. I would be highly obliged if you could get me these songs. I would be bothering you for few more, later on.
Thanks once again,
Kaushik
બહુ વખતે આ ગીત સાંભળ્યું, તેથી દિલ ખુશ થઈ ગયું…..
જયશ્રીબેન તમારો ઘણો-ઘણો આભાર…
સીમા
મહેન્દિ નો રન્ગ નેટ પર લાગ્યો વિના વર્સાદે ભિન્જઆઇ ગયો
આર્ પિ વારગિયા
ખુબ સરસ
Jayshreeben,
Thank you very much for the prompt reply.
Who says, ‘Gujarati bhaashaa nu astitva khatra ma chhe.’ Gujarati sadakal ni bhaashaa chhe.
Regard,
-Tejas.
દેવ ન દિધેલ સમ્ભલ્વુ …પન કૈ રિતિ દોવ્ન્લોઅદ થૈ જનવ્શો
અમેરનિ ભુમિમા આજે આ સમ્ભ્ર્વ મલે ઇન્તેર્નેત ઉઉપર તે તો બહુજ સરુ કહેવય્
અ રિતે તમો જો બિજ ગુજરતિ ગયનો અને ભજનો પન અપો તો સરુ.
OLD KHAJANA ,VERY VERY GOOD
ઘણુ સરસ
enjoy this beautiful & legendary song now. error in playing is fixed.
Error is coming in this Geet. Medi te vavi malve ne eno rang gayo gujarat.’Please take care of this
વાહ વાહ લાવન્યા,
તમે માલવા અને ગુજરાતને એક કરિ દિધો.
મજા આવિ ગઇ.
વન્દના જોશિ
વાહ ખુબ સુન્દર ગેીત્
ગીત આ વાવયુ અહિયા નેટ પર ને એનો રન્ગ ગયો બધે દુનિયા મા રે!….
gujarat ni bhavya prachin sanskruti diyar bhabhi na sambandh ahi khub saras rite raju karyo khub aabhar jayshree didi
ગરવી ગુજરાતનો ભવ્ય વારસો સ્વીઙનમા માણ્યો..આભાર..
વાહ શુ સરસ ગીત !!!