હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર

ફરીથી એકવાર.. સૌને હોળી-ધૂળેટીની રંગભર શુભેચ્છાઓ..

સ્વર : શ્રુતિવૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

હોરી આઇ હોરી કાના હોરી આઇ રે
આજ હોરી આઇ રે…

કદંબ બનકી ડાલી ડાલી પે છિપ છિપ
બંસી બજાઇ રે
આજ હોરી આઇ રે…

દૂર ગગન મેં ગુલાલ પૂરવને શુભ્ર ભાલ
રેલ રહી લાલ લાલ
કેસરિયા કિરણોની ઝળહળ
ઝળહળ અરુણાઇ રે
આજ હોરી આઇ રે….

વાયુની વાય વેણુ વનવનમાં મત્તમધુર
પાથરે પરાગરેણુ પાગલ પ્રીતિને સૂર
વાગે ઝાંઝ પખાવજ

ફાગણની શરણાઇએ
આજ હોરી આઇ રે….

4 replies on “હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર”

  1. થઈ પધરામણી ફાગણની..
    ખિલ્યાં વૃક્ષો મરડી ને આળસ..
    કયૉ ધારણ રુપરંગ નવાં..
    અને સાધ્યો સંવાદ મેં નિરંતર..

    તેવી જ રીતે..
    ટહુકાએ પણ કયૉ શણગાર
    આજ રંગોના..!!

    પ્રસંગને અનુરુપ ટહુકાને શણગારયૉ…આભાર.

Leave a Reply to JALIND Cancel reply

Your email address will not be published. Required fields are marked *