હવે બોલવું નથી – સૈફ પાલનપૂરી

.

આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
એવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી

પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી

( કવિ પરિચય )

24 replies on “હવે બોલવું નથી – સૈફ પાલનપૂરી”

  1. કવિએ ગેીતમા સન્ક્ષેપમા ઘનુ કહેી દેીધુ.
    ના બોલ્યામા નવ ગુન્.

  2. આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી
    રૂપાળું એ એક નામ, હવે બોલવું નથી.superb!!!!!!!!!!

  3. પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
    ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

    Very nice use of words to convey feelings..Incredible

  4. બઘા થી વઘારે મને આ ગમ્યુ . જીયો ભાઇ ……..

  5. awesome,awesome,awesome,

    hu pan aa rachana mate aej kehva magu 6u ke,
    શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

  6. Nice….

    પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
    ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

  7. દિલ ના ઝખમ હવે આંખો થિ વહે છે, હવે બોલ્વુ નથિ.

  8. Just love it!!!!!!

    પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
    ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

  9. Just Superb !!! No words to praise !!! Classic voice too !!! Thanks Tahuko.com team for bringing such wonderful songs to us !!!

  10. પૂછો ના, પ્રીત મોંઘી કે સસ્તી છે દોસ્તો
    ચૂકવી દીધા છે દામ, હવે બોલવું નથી

    વાહ – ખુબ સુન્દર

  11. ખુબ સુન્દર કમ્પોઝિસન્.. ખુબ સુન્દર અવાજ્…
    જયેશ વાઘેલા

  12. An eye is the index of the soul.
    બોલશો નહીં, તો યે આંખો ઘણુંબધું કહી દેશે !કવિ
    બોલ્યા વિના કહી ચૂક્યા છે…આંખો વડે !આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *