H गझल मुझको कहेनी है – આસિમ રાંદેરી

શ્રી આસિમ રાંદેરીએ ખાસ ‘માધ્વી-અસીમ મહેતા‘ ના આલ્બમ ‘Passion’ માટે લખેલી આ ગઝલ.. અને આ આલ્બમનું વિમોચન પણ જનાબ આસિમ સાહેબના હસ્તે જ થયું છે. આજે જ્યારે આસિમ સાહેબ આપણી વચ્ચે નથી, ત્યારે આ ગઝલ માધ્વી-અસીમ મહેતા તરફથી અને સંપૂર્ણ સંગીત-જગત તરફથી એમને શ્રધ્ધાંજલી રૂપે….

સ્વર – સંગીત : અસીમ મહેતા

.

गझल मुझको कहेनी है एक इन्कलाबी
मुझे साकिया दे गुलाबी गुलाबी

गुलाबी इन आंखोकी उफ रे गुलाबी
झमाना हुआ जा रहा है शराबी

कुछ ऐसे सवालात थे उस नझर के
के गुम हो गइ मेरी हाझिर जवाबी

मेरे शेरकी धूप पडते ही ‘आसिम’
हुआ जा रहा है, वो चहेरा गुलाबी

11 replies on “H गझल मुझको कहेनी है – આસિમ રાંદેરી”

  1. Pretty good collectionof music overall! But the site (server) very slow. Need to rectify this problem as many listeners feel the same way.

  2. मेरे शेरकी धूप पडते ही ‘आसिम’
    हुआ जा रहा है, वो चहेरा गुलाबी

    આ શેર નુ ગુજરાતી અનુવાદ કરવાની કોશિશ કરુ છુ…
    … મારા છંદ ની ગરમાશ સ્પર્શતા ‘આસિમ’
    જુઓ તેમનો ચહેરો કેવો થયો ગુલાબી…

    Hemant Padhiar

  3. मेरे शेरकी धूप पडते ही ‘आसिम’
    हुआ जा रहा है, वो चहेरा गुलाबी

    આ શેર ગુજરાતીમાં આવ્યો હોત તો કેવો બનત.
    વિવેકજી ‘m curious!

  4. Vivek bhai Taylor Thanks for posting Gujarati version of it….Gujarati sounds really original… Urdu did sound like translated….

  5. ટહુકા પર દરેક ગીત ૨૦ સેકન્ડ પછી અટકી જાય છે. કૃપયા ચેક કરો.

  6. ગુજરાતેી ગઝલ પન જો કોઈ એ ગાઈ હોય તો સમ્ભળાવજો. ઘણેી સરસ છે.

  7. ખાલી રકાબી

    ગઝલ મારે રચવી છે એક્ ઈન્કલાબી,
    મને આપ સાકી ! ગુલાબી- ગુલાબી.

    ગુલાબી એ આંખોની ઓર જ ગુલાબી,
    બધી દુનિયા થઈ ગઈ શરાબી-શરાબી.

    ગઈ ચાંદનીની મજા ‘લીલા’ સાથે –
    હવે ચાંદ લાગે છે ખાલી રકાબી !

    હતા એની દૃષ્ટિના એવા સવાલો;
    કે ગુમ થઈ ગઈ મારી હાજરજવાબી.

    બધામાં હવે એનાં દર્શન કરું છું,
    રૂપાળી છે કેવી નજરની ખરાબી ?

    મદિરા હું કાચી જ પીતો રહું છું,
    કહે કોઈ તો મુજને પાકો શરાબી.

    છે મારાથી પણ ત્યાં વધુ બેકરારી;
    લખે છે હવે તેઓ પત્રો જવાબી.

    કોઈ દાદ દ્યો મારી દરિયાદિલીને,
    ફકીરીમાં કરતો રહ્યો છું નવાબી.

    ફરી ઘર બનાવું છું એના હૃદયમાં –
    ફરી યાદ આવી છે ખાનાખરાબી.

    કયામતના દિનથી એ જણી શકાયું :
    છે માનવના જેવો ખુદા પણ હિસાબી.

    દબાણ એવું કોના તરફથી છે ‘આસિમ’:
    કે બેસી રહ્યા છો તમે દિલને દાબી ?

    -આસિમ રાંદેરી

  8. મને યાદ છે ત્યાં સુધી આ આખી ગઝલ એમણે મૂળ ગુજરાતીમાં લખી છે અને એમાં ઘણા બધા શેર છે… જો મારી યાદદાસ્ત બરાબર હોય તો આ ગઝલ શોધી આપવું મને ગમશે…

  9. कुछ ऐसे सवालात थे उस नझर के
    के गुम हो गइ मेरी हाझिर जवाबी
    વાહ શુઁ કહેવુઁ? ખુબ જ સુન્દર ગઝલ.
    -મનિષ સોની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *