તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?
મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?
દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?
વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?
છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?
જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?
વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?
khuba j gamyu…
જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?
ખુબ સુન્દર ……………
awesome.. <3
બહુ જ સરસ ગજલ, ઘણા દિવસો બાદ મળેલેી વાત.
વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું………કોણ માનશે?
જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?
વાહ્હ્
[…] વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું; ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે? (મરીઝ) ‘મરીઝ’ની આ આખી ગઝલ આપ મોરપિચ્છ પર વાંચી શકો છો! […]
દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?
vaah………good gazal from mariz…….prem ma sharat………na hoy …….ne………..ane lagani ma magani pan good collection….
સુંદર ગઝલ!
વિવેકભાઇની વાત સાચી છે….
ખાસ કરીને જ્યારથી ‘કોણ માનશે?’ રદીફની પોસ્ટ જ્યારથી ‘સહિયારું સર્જન’ બ્લોગ પર પોસ્ટ થઇ છે ત્યારથી તો ઘણી વાંચવા મળી છે…
અને એ તો સારું જ છે ને, કે મારા જેવાં નવાં નિશાળીયાઓએ પણ પ્રયત્ન કર્યો છે! 🙂
આજકાલ બ્લોગ પર “કોણ માનશે” રદીફની ગઝલોનો રાફડો ફાટી નીકળ્યો છે… હું જે ગઝલ શોધતો હતો એ શોધી આપવા બદલ આભાર…