ન મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે
ગમે ઊર્ધ્વતા આ તમારા હ્રદયની
અમારુ હ્રદય તોઢળી પણ શકે છે
અહીં ઠેકઠેકાણે આવે વળાંકો
તુ મરજી પ્રમાણે વળી પણ શકે છે
આ માણસનાં હૈયા પણ, છળે પણ,
મુસીબત પડે તો મળી પણ શકે છે
અહીં એક તરસ્યા ઇસમની કબર છે,
અહીંથી નદી નીકળી પણ શકે છે
ન મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે
ખરી વાત છે..સ્વપ્નો સાચા પડે છે..
ન મળવાની ચીજો મળી પણ શકે છે
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે
dear sir i am your past student hope you remember me, today i am very much fond of reading gujarati sahitya just becouse of you sir,
sir your gazals are really wonder full. thanks.
shalin mullaji
[…] # અષાઢ આયો […]
જયશ્રી, રીડગુજરાતી વાળા મૃગેશભાઇની સાથે એક દિવસ વાતો થતી હતી એમાં એમના આ ઓસ્ટ્રેલીયા થી (સિડની રેડીયો) દ્વારા થયેલા ટેલીફોનીક ઇંટરવ્યુંની વાતો નીકળી હતી અને એમાં એમણે મને આ લિંક આપીને કહ્યું હતું કે ત્યાં તમને એ સાંભળવા મળશે અને મેં એ લ્હાવો લીધો હતો. અને ખુબ આનંદ થયો હતો. તે વખતે તો આ બ્લોગ પર તારો આભાર માનવાનું ચુકી ગયો હતો પણ આજે એ તક ઝડપી લઉ છું. આ ઇંટરવ્યું અહિં રાખી ને તે ખુબ જ સારું કામ કર્યું છે. ફરીથી એકવાર – આભાર અને ખુબ ખુબ શુભેચ્છાઓ.
Looks Good–>
“અહીંથી નદી નીકળી પણ શકે છે !”વાહ કવિ !
શક્યતાને કોણ પડકારે ?જયશ્રીબહેન સુંદર
કાવ્યો પીરસેછે.અભિનંદન
કિરણ ચૌહાણ એ રઈશ અને મુકુલની પછીની પેઢીના અત્યંત તેજસ્વી અને બળુકા કવિ છે. સુરતના જ છે અને સુંદર હઝલ (હાસ્ય-ગઝલ) પણ લખે છે.
સરસ રચના બદલ આભાર.