તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે
અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે
યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે
ફક્ત બે ચાર ટીપામાં નશો એનો ચડી જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે
નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે
ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે
યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે ……ખૂબ.. ખૂબ અભિનંદન
અદભુત ગઝલ…! અંગત અનૂભુતિ પ્રમાણે બધા જ શે’ર પોતીકા લાગ્યા.. ખૂબ જ ગમી ગયા… અભિનંદન ઉર્વીશભાઈને.
એકલાપણા નો અહસાસ એટલે ………. ગઝલ
લ
નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે
કબુલ…
એકાંત નો સાથી એટલે ગઝલ..
સુખ તણો હાથી એટલે ગઝલ..
દુઃખ નો મારક એટલે ગઝલ..
ડૂબતા નો તારક એટલે ગઝલ..
‘મુકેશ’
યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે
-અદભુત શે’ર…