માણસ જાણે રેશમકીડો – ડૉ. મનોજ જોશી ‘મન’

ડેટા…ડેટા…ડેટા…ડેટા !
આખો દિવસ ચરે છે ઘેટાં.

દશ આંગળનું ખેતર ખુલ્લું-
બાપે’ય ખેડે, ખેડે બેટા !

દુનિયાભરનો ચારો અહીંયા,
ચરે અંગુઠા એકલપેટાં !

સ્ક્રીન ઊપર મોહ્યા અંગુઠા-
આંગળીઓથી થઈ ગ્યાં છેટાં !

માણસ જાણે રેશમકીડો,
ફોન બન્યાં છે સૌ કોશેટા !

~ ડૉ. મનોજ જોશી ‘મન’
(જામનગર)

2 replies on “માણસ જાણે રેશમકીડો – ડૉ. મનોજ જોશી ‘મન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *