શોધવા માટે – મનોજ ખંડેરિયા

સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે

તડપતું વ્યક્ત થાવા આંગળીમાં મૂર્તિનું કલ્પન
સતત વીતી રહ્યાં છે વર્ષ આરસ શોધવા માટે

અચનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ
હું ફાંફા મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે

જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે

મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠની વચ્ચે
હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે

– મનોજ ખંડેરિયા

5 replies on “શોધવા માટે – મનોજ ખંડેરિયા”

  1. હું જ એજ માણસ થઈ શકું એવી ભાવના કદાચ કવિના મનમાં હોય એવો શારાંશ મને સમજાય છે.
    કદાચ બીજો ભાવાર્થ હોઈ શકે.

  2. માણસની આજીવન શોધને સુંદર કલ્પનોથી વ્યક્ત કરતી ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *