આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા
.
સંપૂર્ણ આલ્બમ:
નીંદરડી રે આવ દોડી દોડી ,
લઈને કાગળની હોડી
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.
સપનોના દેશે પરીઓની રાણી
સાતરે સમંદરના વિંધવાને પાણી .. નીંદરડી રે…
શ્યામલ ઓઢણી રે ઓઢી જો જે થાતી ના મોડી,
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.
ઝગમગતા તારલાની રમતી રે ટોળી
વાયારે પવંનરાણી વીઝણો વીજળી… નીંદરડી રે..
ચંદ્ર સૂરજની જોડી લાવજે આભલેથી તોડી
મ્હારી બહેનાને જાવુ છે પોઢી રે.
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા
હાલુ લુ લુ હાલા, હાલુ લુ લુ હાલા.
છ દાયકા પછી આવું સુંદર હાલરડું , હલુ હલુ હાલા સાંભળવા મળ્યું. લાલિત્ય મુન્શા નો મીઠો ભીનો અવાજ અને ટહુકો .કોમ ને અભિનંદન.