પાનખરનાં હૈયામાં ટહુકે વસંત – નરેન્દ્ર મોદી

સ્વરઃ પાર્થિવ ગોહિલ

.

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોનાં વિવા?
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
-નરેન્દ્ર મોદી

4 replies on “પાનખરનાં હૈયામાં ટહુકે વસંત – નરેન્દ્ર મોદી”

  1. “પાનખરનાં હૈયામાં ટહુકે વસંત ” બહુ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *