આપણે ગીત લખીએ – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : સોહની ભટ્ટ
સંગીત : ‘સૂર’

.

ચલો આપણે ગીત લખીએ
સીધી સાદી રીત લખીએ

પથ્થરને વાદળ કહેશું ને જણને કહીશું ઝાડ
રેતી કહેશે સાંભળ અલ્યા સાંભળશે વરસાદ

ઘાસ અને તડાકાને છાની
વાત હોય છે નિત લખીએ

એક ઝરણને કાંઠે ઊગ્યાં ફૂલને ફૂટે પાંખ
એક અજાણ્યું વાદળ ખોલે નક્ષત્રોની આંખ

વિસ્મયનું જંગલ ને એમાં
ઊજળો-ઝાંખો દીપ લખીએ

મસમોટી દુનિયાની ચાલો મુઠ્ઠી ભરીએ એક
ને ખીસામાં મમરા નીચે મૂકી દઈએ છેક

ઠેક મારતી ખિસકોલીના
પટ્ટા જેવી પ્રીત લખીએ

ચલો આપણે ગીત લખીએ
સીધી સાદી રીત લખીએ

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

3 replies on “આપણે ગીત લખીએ – ધ્રુવ ભટ્ટ”

  1. દરિયો અને ગીત લખીએ બંન્નેએ મોજ કરાવી.. સુંદર શબ્દોની મોહક સૂર સજાવટ.. સોહાનીના બાળ સહજ કંઠે ગઈ લખાયું એવુંજ રમણીય થયું.

  2. શ્રી ધ્રુવ ભટ્ટની‌ સાથે કલ્પનાની પાંખે ઉડવાની‌ મઝા પડી ગઈ. અને સોહનીના કંઠે મઝાને ચાર ચાંદ લગાવી દીધા.

Leave a Reply to C K Buch Cancel reply

Your email address will not be published. Required fields are marked *