બને છે – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન – જયશ્રી વિનુ મરચંટ

.

કશું જિંદગીમાં અચાનક બને છે
ન હો જ્યાં કશુંયે ત્યાં થાનક બને છે

હું માગણ જો માગું બરાબર એ લાગે
કરો શું જો દાતા જ યાચક બને છે

બધું છે છતાંયે કમી શેની લાગે?
જો પૂછું તો દિલ આ અવાચક બને છે

અમે તો રહ્યાં માગતા હાથ એનાં
ડુબે એનાં ક્યાં કોઈ તારક બને છે?

વરસ મેઘ બારે, તરસ છીપશે ક્યાં
ન છીપે તરસ તો જ ચાતક બને છે

નયનથી ખરે આંસુના કંકુ ચોખા
ને પૂજાની “ભગ્ન” આ તાસક બને છે
– જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

One reply

  1. “બધું છે છતાંયે કમી શેની લાગે?
    જો પૂછું તો દિલ આ અવાચક બને છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *