બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

5 replies on “બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ”

  1. મધુર સંગીત રજુઆત,સ્વર,સ્વરાંકન અને અવાજ બધુ જ સરસ,સરસ…
    સૌને અભિનદન….
    આપનો આભાર….

  2. વાહ.. ખૂબ જ મધુરુ સ્વરાંકન અને એમાં માધ્વીબેનનો મધમીઠો સ્વર..!!!

  3. બહુ જ સુંદર ભાવવાહી શબ્દો-સ્વર-સંગીતનો સંગમ. ભીતર ઉતરી જવાયું.

Leave a Reply to Priti Rakesh Nayak Cancel reply

Your email address will not be published. Required fields are marked *