શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં

પ્રખર સંગીતકાર અને સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજકનું અવસાન 3 ડિસેમ્બર 2020ના રોજ થયું.એમની શ્રધાંજલિ રૂપે અમે એમના સ્વરાંકનો અહીં પ્રસ્તુત કરીએ છીએ.માધ્વી મહેતાના આ સ્વરાંકનો અમને આપવા બાદલ આભારી છીએ.

ભોજક એટલે જૈન સંગીતકાર. ગુજરાતમાં ભોજક, નાયક, વ્યાસ અને મીન ચાર જાતિના લોકો નાટ્ય અને સંગીત ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા હોય છે. ગજાનનકાકાએ કહ્યું હતું કે, સંગીત આપણા પરિવારમાંથી જવું જોઈએ. તમારી પેઢીમાં સંગીતના કલાકારો એટલા છે જેટલા નાન્હાલાલના પરિવારમાં કવિઓ પણ નહિ હોય.
-જયદેવ ભોજક, સંગીતકાર

સંગીત સાથે સંકળાયેલ પરિવાર
ત્રીજી પેઢી | દલસુખભોજક
ચોથીપેઢી | નારણદાસ,કુષ્ણલાલ, વાસુદેવ, ગજાનન ભોજક.
પાંચમીપેઢી | જયદેવ,લાભશંકર, નામદેવ, જગદેવ, ડો.પ્રભાતદેવ અને રમાદેવી ભોજક.
છઠ્ઠીપેઢી | ગિરીરાજ,હેમેન્દ્ર, દેવરાજ, હંસરાજ, હેમંત, મેહુલ, ગોપી, પ્રતિમા, ભાવના
સાતમીપેઢી |બ્રીન્દા, હાર્મની,ખુશબુ, આશિષ, પરમ, મથુર, મીરા, યશ

શહેરનો ભોજક પરિવાર અને સંગીત એકબીજાનું પર્યાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતમાં નામાંકિત, તેમજ સુગમ સંગીત ક્ષેત્રે પ્રખ્યાત પરિવારના ગળથૂંથીમાં સંગીત વણાયેલું છે. આજે તેમની સાતમી પેઢી સંગીતના વારસાને તેમજ પરિવારની પ્રથા સાચવવામાં સફળ નીવડી છે. ભોજક પરિવાર અને રાજ ઘરાનના સંગીત સાથે અનેરો નાતો છે. મૂળ ભાવનગરનું પરિવાર. જેમની ત્રીજી પેઢીમાં થયેલ દલસુખ ભોજક અને તેમના ચાર પુત્રો ભાવનગર રાજ પરિવારના ગાયકો હતા. સંગીતનું તેમનામાં પ્રચૂર જ્ઞાન. ત્યાર બાદ વાસુદેવ ભોજકના મોટાપુત્ર જયદેવ ભોજકે વડોદરામાં આકાશવાણી કેન્દ્રમાં મ્યૂઝિક ડાયરેક્ટરની નોકરી મેળવીને વડોદરામાં સ્થાયી થયા હતાં. પણ, મોટા પુત્રની જવાબદારી તેમણે નિભાવીને અને બાકીના તમામ ભાઈ-બહેનોને સંગીત શીખવાડ્યું. પૂર્વજો જ્યાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર હતા, ત્યાં જયદેવભાઈએ સુગમ સંગીતમાં રસ દાખવીને તમામને શીખવાડ્યું. મહારાજા સ્વ.રણજીતસિંહ મહારાજ, પ્રજ્ઞા છાયા, કૃષ્ણકુમાર ગોસ્વામી, રાજેન્દ્ર શાહ, ભાવના નાયક, માયા વ્યાસ, આસિત દેસાઈ, વ્રજલતા વહુજી, અંજલી મેઢ, લતા પ્રભુણે જેવા અનેક કલાકારો તેમની પાસેથી તાલીમ લીધી હતી.

પ્રખર સંગીતકાર અને મ્હારા સૌ પ્રથમ સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજક ને આ સાથે હું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમનો દેહ વિલય ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ થયો. એમની પાસે સંગીત શિખવું એ મ્હારું અહોભાગ્ય હતું. અને એ યાદો તાજી કરતી હતી ત્યારે AIR ઉપર ગાયેલાં એમના compositions ના ઘણાં જૂનાં recordings હાથ મા આવ્યાં. આ ઓરિજિનલ recordings લગભગ ચાળીસ થી પણ વધારે વર્ષ જૂનાં છે અને બે ત્રણ વાર ટ્રાન્સફર થવા થી ઓરિજિનલ સ્પીડ માં થોડો ફેરફાર થઇ ગયો છે પણ પૂજ્ય જયદેવભાઇ ને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીતો જે એમના compositions છે એ અહીં રજુ કર્યાં છે. છેલ્લા બે tracks “બંસીવાલા આજો મોરા દેસ” અને “વાટ જુવે છે મીરા રાંકડી” એ વધારે recent રેકોર્ડિંગ્સ સ્ટુડિયો માં કરેલા છે. હું નવ વર્ષ ની હતી ત્યારથી મ્હારાંમાં સંગીત ના સંસ્કાર નું સિંચન કરવા બદલ હું પૂજ્ય જયદેવભાઇ ની આજીવન ઋણી રહીશ. હરિ ૐ .
— માધ્વી મેહતા

શ્ર્રી જયદેવભાઇ ભોજક વિષે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

શ્ર્રી જયદેવભાઇ ભોજકના અવાજમાં 40 જૂનું રેકોર્ડિંગ માધ્વીબેન એ મોકલ્યું છે.સાંભળો (ઓડિયો જૂનો છે એટલે ગુણવત્તા એટલી સારી નથી)

.

.

1.સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા
2.શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”
3.તમારી યાદની -અમૃતલાલ દવે
4.બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ
5.વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ
6.મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
7.અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

2 replies on “શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં”

  1. માધવીબેન નમસ્તે..હું નૂપુર મોદી.નડીઆદથી. મારાં પણ અહોભાગ્ય કે હું પણ જયદેવ સર ની સ્ટુડન્ટ છું. જયદેવ સર વિશે આપે જે માહિતી મૂકી અને એમના સ્વરાંકન થયેલ ગીત મૂક્યું તે જાણીને રાજીપો અનુભવું છું. આભાર.

    • આભાર માધવેીબહેન, સ્વ. જયદેવભાઇ અને એમના વંશવેલાનો પરિચય કરાવવા માટે. તમારા રેકોર્ડિન્ગ ઘણેી જોૂનેી યાદો તાજેી કરેી ગયા.
      ઑમ શાંતિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *