પઠન : જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”
.
અમસ્તુંયે હવે ક્યાં થાય મળવાનું ?
સમયની ધારથી વ્હેરાય મળવાનું
ભલે સામે જ હો, પણ ના મળે નજરો
છતાં આને જ તો કહેવાય મળવાનું!
તું ઝાલી હાથ મારો ચાલ પળ બે પળ
ભલે ને બે’ક પળ જીવાય મળવાનું
કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !
અમે તો રાહ જોઈ શ્વાસ આખર લગ
હજી પણ ‘ભગ્ન’ જો હિજરાય મળવાનું!
-જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”
સમયની ધારથી વહેરાય મળવાનું……કેટલાં ધારદાર શબ્દો અને સચોટ ભાવ! આજના યુગમાં મળવાનો મતલબ જ ક્યાંક તો જાણે મતલબી થઈ ગયો છે અને ક્યાંક મળીએ છતાં અધૂરાં! દરેક શેરમાં સરસ ભાવ જયશ્રીબેનને ખૂબ અભિનંદન!
અરે ભભગ્ન દિલ તોડી નાખ્યુ
કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !
બહુ જ સુન્દર.
સરસ ગીત છે.
મનસુખલાલ ગાંધી