સાત જનમનાં ચુંબન ને આઠ જનમનાં આલિંગન
અમને ઓછાં પડે છે સાજન
અમને ઓછાં પડે..
શ્વાસશ્વાસમાં બાહુપાશ
ને રેશમની ભીંસ
ગીત થઈને પ્રગટી ઊઠે
જનમજનમની ચીસ.
બીજ રોપીને કરો સદાય સ્નેહનું અમીમય સિંચન
દંતક્ષત ને નનક્ષતની
અમને લત, પિપાસા
મન ફાવે તે બોલો
અમને વ્હાલી તમારી ભાષા.
હૃદયભરીને હૂંફ આપે છે ઇન્દ્રિયોનાં ઈંધણ.
સાત જનમનાં ચુંબન ને આઠ જનમનાં આલિંગન
અમને ઓછાં પડે છે સાજન
અમને ઓછાં પડે.
-પન્ના નાયક
A very good poem, wonderful expressions.
શ્વાસશ્વાસમાં બાહુપાશ
ને રેશમની ભીંસ
ગીત થઈને પ્રગટી ઊઠે
જનમજનમની ચીસ.
પ્રબળ ઇન્દ્રિય-રાગનું સુંદર આલેખન
શૃંગારપ્રચુર
સુંદર શિષ્ટ ભાષામાં કામોત્તેજક ઊર્મિ પ્રધાન કાવ્ય
આ કવિતા ને માણવા ની હોય, આ ચર્ચવા લાયક નથી.
બે જણા એક બીજા નો હાથ પકડી ને સાથે વાંચે
તો ….
એમને પણ આઠ જન્મ ના આલીગન યાદ આવી શકે..
અદભુત…અનુભવવા ની કવિતા…
જય હો.