ચાલ હો તારી મતવાલી બાલુડા જોગી !
ચાલ હો તારી મતવાલી !
સોનલાવરણી કાય સુંવાળી જોગી !
ઝૂલતી આવે જટાળી
કાળમકાળી આંખમાં ઘેરી ઘેરી
ફૂટતી સિંદૂર–લાલી. – બાલડા જોગી.
માળાને મણકે ને ઝોળીને ઝૂલણે
ડોલતી ડુંગર ઢાળી
વનની વાટે વાટે ચાલ નિરાળી, જોગી !
રમતી આવે રૂપાળી. – બાલુડા જોગી.
શેરી–બજાર ગંજે, સારીયે સીમ ગુંજે
ઓમના અલખ ઉછાળી
આંધળી આંખો ભાળે, પડતી તારે જોગી
પગલે કેડી અંજવાળી. – બાલુડા જોગી.
દૂધડાં મલકે હોઠમાં હજી તારે
સેડ ફૂટે અમિયાળી
નિરભે નજરુંમાં પ્રાણ પરોવે ત્યાં તો
દુ:ખડાં દેતો ઓગાળી. – બાલુડા જોગી.
આવ રે આવ મારી આજ આરોગવા
ભાવની ભોજન-થાળી
તારી તે ચાલ કેરે તાલે હો તાલે મારું
જાને તું આયખું ઉજાળી,
બાલુડા જોગી, ચાલ હો તારી મતવાલી.
– મકરંદ દવે
ખુબજ સુન્દર છે મકરંદ દવે નિ તુલના હાલ કરવિ શક્ય નથેી
રાત રાણી…
પણ હમણાં જ તો હતી…
વાડી ક્યાં ફસણી
નરેન્દ્ર સોની