હરિએ દઈ દીધો હરિવટો -રમેશ પારેખ

સ્વર: હરિશ્ચંદ્ર જોશી
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી

.

હરિએ દઈ દીધો હરિવટો…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંનાં હેવા;
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો…..

મીરાં કે પ્રભુ અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા;
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો !’
હરિએ દઈ દીધો હરિવટો…
-રમેશ પારેખ

One reply

  1. હરી એ સુંદર સુંદર દીધો સંગાથ….
    આજ નહી તો કાલે પણ…
    એનો જ છે સંગાથ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *