મોરપિચ્છ પર ઘણા વખત પહેલા ફક્ત 4 શેર સાથે મુકેલી ગઝલ, આજે પૂર્ણ સ્વરૂપે.
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.
છેક તારે સરનામે પંહોચી ગયો,
ને કમાડ ખખડાવવા હાથ અટકી ગયો,
વિચારોના વમળમાં હું લટકી ગયો,
ને ફરી રસ્તે આવીને ભટકી ગયો,
Very nice gazal
nice GZAL. LIKE IT.
વાહ રે ઘાયલ! જવનિ યાદ કરાવિ દિધિ! બે આન્ખ નિ ચોટ હૈયે લાગિ જાય અને અક્સ્માત સર્જાય્, અચાનક થૈ જાય તે એક તો પ્રેમ અને બિજો અક્સ્માત્!બન્ને ગોઝારા! એટ્લેકે જિવલેણ્ અક્સ્માત જિવતાને મારિ નાખે. પણ આન્ખ નિ ગોઝારિ ચોટ તો જિવવાય ના દે અને મરવા પણ નાદે. તમારિ કરેલિ બે પ્યારિ વાતો એ મને મારિ જવાનિ મા ધકેલિ દિધો. મઝા આવિ ગૈ અમ્રુત ઘાયલ ભૈ. બન્સિ પારેખ ૦૬-૦૪-૨૦૧૧ શનિવાર્ સવ્વરે ૧૧ વાગે.ધન્ય્વાદ્
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
ખુબજ સુન્દર્…
this is perfect gazal.I can’t find a better words for this gazal. thankyou…
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
really good
ખુબજ સુન્દર ગઝ્લ
કોલેજ ના દિવ્સો યાદ આવિ ગયા,
જયશ્રી,
કસુંબલ આંખડીના આ કસબની વાત….
કૉલેજથી જ ગમેલી આજે પણ દિશા ધુંધળી થાય છે ત્યારે આ પંક્તિઓ પ્રાણ પુરી આપે છે.
તને આ ગઝલ આવતા વીકે મળી જશે.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
વાહ,
શ્રી ઘાયલના શબ્દોની નાજુક મીનાકારી, કમાલ છે.
આભાર , જયશ્રી.
અદભુત રચના છૅ.
એઝ યુઝવલ ….ઘાયલબાપાની સુંદર ગઝલ.
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
-સુંદર ગઝલ…. આભાર, જયશ્રી !
એક સુન્દર ગઝલ.
શ્રી મનહર ઉધાસ ના શ્રી અમૃત ઘાયલ રચિત ગઝલોના આલ્બમ “અમૃત” માં આ ગઝલ છે.
જો આ ગઝલને સ્વર સાથે મુકી હોત તો ખરેખર મઝા આવી જાત.
Nice gazal from Ghayal saheb..
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
Thanks Jyashree ben !!
બધા ગીતો ખુબજ સુન્દર છે.
વિનન્તી
પુછો તો ખરા ધાયલ ને શુ થાય છે. ” પારકી થાપણ ”
આ ગીતો મુકવા વિનન્તી.
આભાર,
મારી વાંકદેખી આંખો જે અણધારી અને ગોઝારી ચોટ કરે છે એનું શું કરું? શીર્ષક અને પોસ્ટ-બંને જગ્યાએ ગોઝરીની જગ્યાએ ગોઝારી…
ઘાયલની આ અદભૂત ગઝલ છે…. દરેક શેર એક અલગ જ કાવ્ય છે…