યાદ છે – અહમદ ગુલ

 

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

7 replies on “યાદ છે – અહમદ ગુલ”

  1. કોઇ પાસેથી ગયાનું યાદ છે
    ને સજળ આંખો થયાનું યાદ છે…જુદાઇને સાદા પરન્તુ સુન્દર શબ્દોમા વ્યક્ત કરી છે..

  2. Very touching
    what happen jayshree Savariyo re is still not their on post.please put this asap.wveryday i enjoy this site

  3. હર જખમ તાજા થયાનું યાદ છે ! વાહ ગુલભાઈ !
    જયશ્રીબહેને મોરનું એક સુંદર પિંછું ઉમેર્યું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *