કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!
રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!
કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!
લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!
– હિમલ પંડ્યા ‘પાર્થ’
HIMMAT AAPE AVI RACHANA!
સરસ ચોટદાર રચના. આભાર.
ના ભા ગિ જ્વા નુ ન થિ…
કા મ લે વા નુ …
ના હા ર વા નિ જ રુ ર ન થિ..
થો ડિ હિ મ ત નિ..થિ તા ડુતોદડ્…
સુંદર કાવ્ય.
એકલા છે દોડવાનું, દોડ ને!
જીવનનું સત્ય સમજાવ્યું,
આભાર.
સુરેશ શાહ, સિંગાપોર