હું થઇ જઈશ પરાગ જો -જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

હું થઇ જઈશ પરાગ જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની જાળમાં ફસાઈ જઈશ તો..

કોઈ મને ઉઠાવી જશે તારા શહેરમાં
અધવચ્ચે ઊંઘમાંથી જાગી જઈશ તો..

તારા વહાણ આવવાનો થઇ જશે સમય
ને હું જ એકાએક વમણ થઇ જઈશ તો..

હમણાં તો અલવિદા કહી છુટ્ટા પડી જશું
રસ્તામાં ક્યાંક હું તને પાછો મળીશ તો..
-જવાહર બક્ષી

3 replies on “હું થઇ જઈશ પરાગ જો -જવાહર બક્ષી”

  1. Very well written and extremely well sung….more so the words and lines like ‘ dhummas ni jaal man’…..Many Thanks.

  2. છઠ્ઠી લાઈન માં “વમણ” નહીં, વમળ શબ્દ હોય. ગાયકી – છાશબાકળા.

Leave a Reply to Nitin Raval Cancel reply

Your email address will not be published. Required fields are marked *