ટહુકો.કોમના દ્વિતીય દાયકાની એક ઉજળી શરૂઆત કરવી છે આપણ સૌના વ્હાલા કૃષ્ણ અને એની ઝંખનાના બે અનન્ય સ્વરૂપોથી. ગુજરાતી ભાષા નરસિંહ મેહતાના સમયથી કૃષ્ણ રંગે રંગાઈ છે જ, પણ કૃષ્ણ રંગે રંગાઇને, બસ કૃષ્ણમય થઇને, એમાં જ વિલીન થઈને, પ્રેમ અને ભક્તિના અનેરા રંગથી આપણા માનસપટ અને આપણા કાવ્યોને અઢળક ઉભરાતું ઇન્દ્રધનુષી આભ જેણે આપ્યું છે, એ રાધા, અને એ મીરાંની વાત, એમના અંતરની સોગાત લઈને આપ સૌ સાથે વહેંચવી છે.
ટહુકો ફાઉન્ડેશન રજુ કરે છે ‘એક રાધા… એક મીરાં…’
On Sunday, May 7th, 2017 at 4:30 PM at At ICC Milpitas.
Special early bird discount till April 30, 2017 – $20/person
Tickets are $25/person from May 1, 2017 onwards.
Purchase tickets here:
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=BKBDG6JDP5B5U
ખુબ ખુબ અભિનંદન. આણલબેન અંજારીયા ખુબ સુંદર ગાયકી ધરાવે છે. વડોદરામાં અનેક વખત તેમને સાંભળવાનો લાહવો મળ્યો છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ અવસરે શ્રી કૃષ્ણ પ્રિયા રાધાના ગુણાનુવાદ દ્વારા દિવ્ય સંગીતિક માહોલ સર્જાશે. સમગ્ર કાર્યક્રમ માટે શુભકામના.
મયંક પંડ્યા
વડોદરા
great event.
but we are requesting you for make like this event in ahemedabad, gujarat. so we also take the enjoyment.
Hardik Gajera.
Ahmedabad.
શુભકામનાઓ…
ખુબ સુંદર વિષય, સૌના પ્રિય પાત્રો રાધા અને મીરાં, જ્યારે ટહુકો ટીમની તાના -રીરી (ગુજરાત મહોત્સવ-એલ એ -માં આ નામે ઓળખાયેલ) ના સુમધુર સ્વરોમાં વહીને પોતાનાં અંતરની સોગાત રેલાવશે, ત્યારે એક અદભુત માહોલ સર્જાશે. એમાં કોઈ શંકા નથી . ટહુકો ટીમ તેમની કામગીરી માટે પહેલેથી જ અઢળક પ્રસંશા અને શાબાશીની હકદાર છે. આ કાર્યક્રમ તેમની યશકલગીમાં એક વિશેષ મોરપીંછ બની રહે તેવી શુભ કામના.
કાર્યક્રમને ભવ્ય સફળતા મળે એજ પ્રાર્થના
ગોપાલ