બબ્બે કાફિયાની ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(પાણી ઉછાળા ખાય સાગરમા…. Fort Bragg, CA – Aug 30, 2008)

* * * * *

આંખ જો ખોલું તરત દેખાય ઉંબરમાં સજનવા
એકલું પાણી ઉછાળા ખાય સાગરમાં સજનવા

શું સતત લખવું અને આ ભૂંસવું ચલ રૂબરૂ મન,
જાતનો દરિયો શેં ઓળંગાય અક્ષરમાં સજનવા

શુંખલાઓ કૈં સહજ બસ ગોઠવાતી આપમેળે,
હોઇ કોઇ પ્રશ્ન પણ બોલાય ઉત્તરમાં સજનવા

આંગણે આષાઠથી આસો લગી કૈં રોજ અવસર,
ઓરડે કૈં રોજ દીવા થાય ઝરમરમાં સજનવા

શ્વાસ જાણે હોય છે તારીખનું મિસ્કીન પાનું,
સામટાં કૈં સ્થળસમય બદલાય પળભરમાં સજનવા

7 replies on “બબ્બે કાફિયાની ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. આંખ જો ખોલું તરત દેખાય ઉંબરમાં સજનવા… એકલું પાણી ઉછાળા ખાય સાગરમાં સજનવા..અહીં મારો મમરો..મંજુરી ને પરાવાનગી આપો તો…વરસાદની વાછટ સાથે વ્હાલપની સુવાસ મુકી આ ગઝલમા..રાજેશભાઈ ખુબ સુન્દર રચના..અને કેહવુ પડે તમે કંટસ્થ કરીને સંભળાવો ને નાનો મારો જીવ રાજી ના રેડ થઈ જાય…

  2. વાહ,, આ રચના હ્દય માં અવનવા સ્પંદનો પેદા કરે છે.

    સુંદર ગઝલ…

  3. રાજેશ્ભાઇ આ રચના હ્દય માં અવનવા સ્પંદનો પેદા કરે છે.

  4. શ્વાસ જાણે હોય છે તારીખનું મિસ્કીન પાનું,
    સામટાં કૈં સ્થળસમય બદલાય પળભરમાં સજનવા

    વાહ મઝા આવી ગઈ..

    ‘મુકેશ’

  5. it is reminding me of mukulbhai’s never ending ghazal! but i have always been a fan of miskin…
    so this one will give me the essence of mukulbhai’s ghazal (no offense to him!)….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *