ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !
ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !
રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !
– સુધીર પટેલ
અહીં ગઝલ પ્રગટ કરવા બદલ ‘ટહુકા’નો અને જયશ્રીબેનનો હૃદયથી આભાર!
ગઝલ માણી પ્રતિભાવ પાઠવવા બદલ ગઝલ-પ્રેમીઓનો પણ દિલથી આભાર!!
સુધીર પટેલ.
અહમને ઓગાળવાની વાત સુધીરભઈએ આ નાનકડી ગઝલમા બહુ અસરકારક રીતે કરી છે.
(arre bhai)` jaat tari tahukti raheshe `Sudhir`,koini juthi taraj khankhri nakh! wah, Sudhirbhai,tahukani taraj naye andazme!
જાત ને સમજ્વાનિ જરુર .કેત્લુ સરસ રિતે કહિ દિધુ !
My comments are always without the prejudice, i do not know but now a days all literatures tests became fast food !!!
કવિ સમજ લખાય તે…. સ હ જ નહિ, અને કવિત્વ નહિ.
જે કવિતા સરલ ગર્થુતિ, હોય તો ગલે ઉતરે ……બાકેી …….લખાય જે નિર્થક !
ચીજ સૌ તુ પર્ણ રુપે ધાર ને
એક હો કે હો અબજ તુ ખંખેરી નાખ
…..શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ
ઓછા શબ્દોમાં ઘણુ કહી દિધું.
પણ આપણને તો શબ્દો અને ટહુકાની
ગરજ રહેવાની જ.
નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !…વાહ સુધીરભાઈ ની સરસ ગઝલ…!!