જો નિહાળું હું કદી ચહેરા સતત,
ને મને દેખાય છે ડાઘા સતત.
હાથથી રેતી ખરી તો જાણ થઇ,
હાથમાં વહેતા નથી દરિયા સતત.
પંખી માટે જિંદગીભર ઝૂરનાર…
સાંભળી શકતા નથી ટહુકા સતત.
માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે આ પડછાયા સતત.
દાવ સંકેલી ઊઠે તું, એ પછી ય –
જિંદગી તો ફેંકશે પાસા સતત.
મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત.
દાવ સંકેલી ઊઠે તું, એ પછી ય –
જિંદગી તો ફેંકશે પાસા સતત.
જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.
પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.
હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.
મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત.
માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે આ પડછાયા સતત.
VERY NICE GAZAL
I AM PROUD OF YOUR CHOICE
LET OTHERS HAVE TO SAY ANY THING
I LIKE IT ANY OTHERS WILL,
I DON’T CARE ABOUT PUCH OR ANY OTHER THINGS
KEEP IT UP
HOW DID YOU
સતત કાફીઆની સરસ લયમય ગઝલ.
આ પંક્તીઓ ગમી
મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત.
આમેય જીવનમાં સાતત્યની અત્યંત જરુર છે
િવવેક ભલે કહે…
સતત ઝાલવું, જિદ્દ એ કોને ફળી છે?
સતત હાથ માંથી સરી જાય રેતી.
પણ પરમતત્વનો મુસલસલ સંસ્પર્શ
વગર ઉધ્ધાર નથી જ્…
મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત.
– વાંચતા જ ગમી જાય એવો શેર ….
ખુબ જ સુન્દર ગિત
જો તમારી પાસે કવિ જગદીશ જોશી ની કવિતા “મને આપો ઉચ્હીનુ સુખ થોડુ……………..” હોય તો તેને બ્લોગ પર મુકી ને આભારી કરશો………………..this song is sung by “bhupinder singh” and composition is of ajit sheth.
વાહ! સુંદર ગઝલ!
ફક્ત એક જ પંક્તિમાં જિંદગીના સત્ય, સાતત્ય અને સંભાવના સમજાવી દીધા……..
…….જિંદગી તો ફેંકશે પાસા સતત.
શબ્દો તો નિર્જીવ હોય છે, ગઝલ તો ઓળખાય છે તેના મિજાજથી! આ એક જ ગઝલ તેમને ગઝલકાર કહેવા સમર્થ છે.
ઓઢી કફન પોઢી જાવ કબરમાં,
શ્વાસ તો ય ચાલતા રહેશે સતત.
દાવ સંકેલી ઊઠે તું, એ પછી ય –
જિંદગી તો ફેંકશે પાસા સતત…..awesome!!
I am sorry to say but this is a very mediocre GAZAL.
I think this is just a craft of words. The KAFIA of SATAT does not have any relevance or punch. Raish has many other good gazals. I think this is one of his poor. I am sorry if you are offended by my opinion