વરસાદી ગઝલ – મુકેશ જોષી

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી ાઆ વરસાદ નથી હો
ઇશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા આવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો એ પણ મારા માથે

– મુકેશ જોષી

23 replies on “વરસાદી ગઝલ – મુકેશ જોષી”

  1. હું સુરત થી છું અને સ્કૂલમાં ગુજરાતી ભણાવું છું
    અમે કાવ્ય પ્રકાર પર એક યુનિટ લીધું છે અને હું વર્ષાગીત, ફાગણ, હોળી, વસંત ને ભેગા કરી ને ઋતુ ગીત તરીકે લેવા માગું છું
    પણ કોઈ discription મળતું નથી તો તમે મને મદદ કરી શકો
    મારા બાળકો ને સમજવામાં..
    તમારી ખૂબ આભારી રહીશ

  2. પવન સૂકવશે કેશ તમારા
    નહી તો એ પણ મારા માથે

    કાવ્યમય રોમાન્સ્!!સુન્દર કલ્પના.

  3. આજે આ રચના થોડી ગમી પણ છેલ્લી બે લાઈનો સમજાણી નહી.

  4. ખુબજ સુન્દ વર્ષાગીત..
    વતમને મારી સાથે જોઇ
    શહેર સળગશે ભર વરસાદે..

  5. ટીપ ટીપ બરસા પાની, પાની મે આગ લગાઈ.
    બરસાતમે તાગ ધિનાક ધિન.

  6. બધી જ પન્ક્તિ ઓ આહલાદક બની સર્વાન્ગ સુન્દર ..!

  7. તમને મારી સાથે જોઇ
    શહેર સળગશે ભર વરસાદે
    fire and water excellent combination!

  8. પવન સૂકવશે કેશ તમારા ઃ
    નહીઁ તો એ પણ મારા માથે !
    વાહ કવિ !આભાર બહેના !

  9. સરસ રચના,
    ભાવભરેલી.
    બીજાને મે કહેણ મોક્લ્યા,
    તમને કહેવા આવ્યો જાતે.
    કેટલુ સરસ.

  10. તમને મારી સાથે જોઇ
    શહેર સળગશે ભર વરસાદે

    ખાલી આ વરસાદ નથી હો
    ઇશ્વર હાથ મૂકે છે માથે

    _સુંદર શેર ! મજા આવી…

  11. તમને મારી સાથે જોઇ
    શહેર સળગશે ભર વરસાદે

    વાહ… ખુબ જ સરસ પ્રેમ ભર્યુ વર્ષાગીત..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *