આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે
જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?
ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?
મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે
ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે
– મનોજ ખંડેરિયા
વાહ ટહુક્યો ખરો…ટહુકો……આનંદૉ…આનંદૉ..
હા , બને તો કબુતરો નુ ઘુઘુઘુ મુકજો અને મિનપિયાસિ નિ બિજિ રચના પન સારિ ચ્એ.
લગભગ એક મહિનાના લાં……બા અંતરાલ પછી ટહુકો આજે ફરી રણક્યો છે…આનંદ આનંદ થઈ ગયો…
સાદ્યંત સુંદર રચના…
જયશ્રી,
અગર મળે તો કવિ મીન પ્યાસી નું કબુતરોનું ઘુઘુઘુ સંભળાવો.
યુટ્યુબ પરથી એની લિંક મળી છે એ મોકલું છું.
http://www.youtube.com/watch?v=55tfKq_Uxs4
સેજલ
શ્રી મનોજ ખંડેરીયાને સલામ……………………………….આપનો આભાર……….
સરસ!
“મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે”
ભ્રશ્ટાચાર ભારતમા જોઈ
સૂતેલા સિન્હો જાગ્યા છે
કોયલ મોર ટહુકા ભૂલ્યા છે
સિન્હો સૌ ગરજી ઊઠ્યા છે
‘સ્કન્દ’ કહે સ્વરાજ આવે છે
કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલયતથી છલોછલ વધુ એક ગઝલ અહીં માણીને પુલકિત થઈ જવાયું.
કવિ અને જયશ્રીબહેનને અભિનન્દન ઘટે છે !
જળમાં પ્રતિબિંબ દેખાય નભનુ,સરોવરની પાળૅ મોરનો ટહુકો સંભળાય.
આભાર મનોજભાઇ.
DEAR TAHUKAJI…..BHAI SHU SUNDER KALPANA CHHE!!! VAH….PATALKUVA …..MORE( PEACOCK)…..
GBU JSK SANATBHAI….
જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?
બહુ ખુબ! જેમ શ્રિ રજેન્દ્ર શુક્લે કહ્યુ કે
ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
મનોજ ખંડેરિયાએ પોતે પણ કહી દિધ્યુઃ
મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે
મનોજ નો ટહુકો ચિરંજીવી રેહેશે.