પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે
બધા ચહેરાઓ વચ્ચેથી અલગ એક ઊઠતો ચહેરો
કર્યું નજરોથી રેખાંકન હજુ તાજું સ્મૃતિમાં છે
નજર નીચી ઝુકાવીને મુલાયમ સ્મિત વેળાએ
પડ્યું તું ગાલમાં ખંજન હજુ તાજું સ્મૃતિમાં છે
કર્યો ઘાયલ મને જેણે નજરનાં એક કામણથી
એ મોહક આંખનું અંજન હજુ તાજું સ્મૃતિમાં છે
કદી પણ મુક્ત થાવાની ન ઇચ્છા થાય એમાંથી
એ બાહુપાશનું બંધન હજુ તાજું સ્મૃતિમાં છે
બહુ સરસ લખવા માતે શબ્દો નથિ
હેિદ્લ્દા આશ્ક તુ પ્રેમ નો રોગ ત્ને, તારુ કાવ્ય ”તાજુ સ્મ્રુતિ મા” ખુબ ગ્મ્યુ. આવિ બિજિ ર્ચ્નાઓ ફ્રિ ફ્રિ સ્મ્ભલાવ્જો. આબેહુબ મારા પ્ર્થ્મં ંં ંંમિલ્ન્નુ વ્રણન ક્ર્યુ. મ્ઝા આવિ ગઇ.
આભાર. ત્મારો ઋણાનુબ્ન્ધિ બ્નિસ પારેખ્
વહેલી પરોઢનાં ઝાકળબિંદુ જેવી તરોતાજા સ્પંદન જગાવી દે
તેવી ગઝલ ………. !!
પહેલા પ્રેમ જેવી મસૃણ ગઝલ… ઝીણેરો રોમાંચ કરાવી જાય એવી…
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે
સુંદર ગઝલ!