પહેલી કડી: વીએમટેલર.કોમ
બીજી કડી: લયસ્તરો.કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ
*
ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજે સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે… વિમોચન વિધિ આપે ઉપર મુજબની પહેલી અને બીજી કડીમાં માણી જ હશે… આ છે આ કાર્યક્રમની ત્રીજી કડી…
*
કાર્યક્રમના બીજા ભાગમાં મારા શ્વાસોનું સરનામું યાને કે ‘શબ્દોનું સ્વરનામું’ શોધવાની કોશિશ કરી ગાર્ગી વોરા, અમન લેખડિયા તથા રાહુલ રાનડેએ… અને એ રીતે શરૂઆત થઈ ગુજરાતી ગીત-ગઝલની ગઈકાલને માણવાની અને આવતીકાલને જાણવાની…
મિત્ર ડૉ. તીર્થેશ મહેતાએ કવિના શબ્દ, સંગીતકારના સંગીત, ગાયક કલાકારોના કંઠ અને શ્રોતાજનોના હૈયાના તાર જોડી આપવાનું કામ કર્યું અને એ એમને પહેલીવાર કરતા હોવા છતાં ખૂબ ફાવ્યું અને જામ્યુંય ખરું… (આમ જોઈએ તો એમનો તો ધંધો પણ એ જ છે, હાડકાં જોડવાનો!!)
આખી અનૌપચારિક વિધિમાં કેટલીક ઔપચારિક્તા… આભારવિધિ..
સ્વયમના તથા અન્ય મિત્રોના હાથે કળાકારો તથા કાર્યક્રમની સફળતાના સૂત્રધારોનું ભાવભર્યું સ્વાગત…
અને સુગમ સંગીતની મહેફિલ એની ચરમસીમાએ પહોંચી… વચ્ચે ભાવિન શાસ્ત્રી અને નૂતન સુરતી પણ મહેમાન કલાકાર તરીકે મારું ‘બેઠો મૂંછોના ખેતરમાં બગલો’ ગાઈ લોકોને બહેલાવ્યા…
અને આ છે શરૂઆતથી અંત સુધી હકડેઠઠ રહેલું આઠસો પ્રેમીજનોનો મેળાવડો…
અને કાર્યક્રમની અંતિમ કડી માણીએ ગાગરમાં સાગર.કોમ પર…
આભાર, મહેશભાઈ…
સુરતમા હોત તો આ બધી મઝા માણી શકાત!!!!!!!!!!
ડો. તિર્થેશભાઈને પણ અભિનદન….સરસ સંગીતના આયોજન બદલ…..આપના આ વિમોચન સમારોહ અને સંગીત સમારોહનુ લાઈવ રેકોર્ડીંગ ક્યારે, ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એ મેળવવા માટે જરુરી ખર્ચ આપવાની તૈયારી છે, જાણ કરશો તો આભારી થઈશુ.
બાપુ! જલસો કરાવી દીધો તમે તો!!!!!!!!!!!!
સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…
સમગ્ર કાર્યક્રમની જ્વલંત સફળતાબદલ હાર્દિક અભિનંદન વિવેકભાઈ…
અને શરૂથી લઈ અંતલગ જે જે શખ્સિયતે સીધો કે આડકતરો સહકાર આપી સ-રસ પ્રોજેક્ટને સુખદ અંજામ તરફ દોરી જવા જહેમત ઉઠાવી,એ તમામને પણ અભિનંદન.
ખુબ ખુબ અનન્દ થયો.
many congratulations vivekbhai…
બંધુશ્રી વિવેકભાઈને અભિનંદન !
ચાર મંડપમાં ચાર ઠેકાણે ચાર કડીના સાથિયા એ પ્રસંગના વૈભવના રંગો ઉડાડે છે.
‘કવિતાનાં પુસ્તકો અને એક સીડીનાં વિશિષ્ટ વિમોચન !’ લેખ વાંચોઃ
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.
ભાઇ ! અમદાવાદનો ફોન નઁ.અને
વડોદરાનુઁ પણ સરનામુઁ વ. હોત તો
ઉપયોગી થાત.તમને બધાઁને ખૂબ જ
અભિનઁદન ને શુભેચ્છાઓ……..
સુરત ખાતે આ સેટ મેળવવાનું સરનામું:
‘બુક વર્લ્ડ’,
કનકનિધિ, નાનપુરા,
સુરત
અથવા
ડૉ. વિવેક મનહર ટેલર
આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,
47, સ્વીટી સૉસાયટી,
ઉમાભવનની ગલીમાં,
ભટાર રોડ, સુરત – 395001
*****
મુંબઈનું સરનામું:
Meena Chheda
A / 704, Building . no.8,
Sarvodaya CHS PLTD.
Shashtri Nagar
Goregaon (west)
Mumbai 400 104
9930177746
****
અમદાવાદનું સરનામું:
રચના પ્રશાંત શાહ,
32, રમેશ પાર્ક સૉસાયટી,
ઉસ્માન પુરા,
અમદાવાદ
Dr Vivekbhai
Khubaj Abhinandan……..
Nice to see your info provided.
We are unfortunate that we can not enjoy all these sitting in overseas.
can we get the entire programme on VCD .
Plesae advise
KInd REgards
Nitin Shukla
Sydney
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
બંને પુસ્તકો “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલ સંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. “અડધી રમતથી” મારા સરનામે રૂ. 275/= (કુરિયર ચાર્જ સાથે) (મૂળ કિંમત રૂ. 350/=) નો મની ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલાવવાથી મળી શક્શે. બહારગામના મિત્રો ‘સ્વયમ પ્રકાશન’ના નામે રૂ. 300/= {275+ 25 (બેંક ચાર્જીસ)} ચેક મોકલાવી પણ મેળવી શક્શે.
વિદેશમાં રહેતા મિત્રો શી રીતે આ સેટ મેળવી શક્શે એની જાણકારી થોડા જ સમયમાં આપીશ…
ડૉ. વિવેક મનહર ટેલર
આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,
47, સ્વીટી સૉસાયટી,
ઉમાભવનની ગલીમાં,
ભટાર રોડ, સુરત – 395001
યાર્,મે ખુબ મીસ કર્યુ…..
વિવેક ભાઈ ખુબ ખુબ અભિનન્દન…
ખુબ સરસ – અભિનન્દન
ખુબ સરસ છે .. .. I do write Gujarati Poetry since 11-12 years & i would love to Post My Poetry in this Section,Please Anyone TeLL me How do Post it & How to get replies ?? Also, i would like 2 Arrenge or Meet 2 other Young Boys/Girls Who Writes Gujarati Poetry & would Want 2 Make A Difference, i am from AHMEDABAD & Would Love to Meet People Who Writes Poetry,Please CONTACT me on jaimin_great@yahoo.com. Please HeLp Me anyone & I would Be ThankfuL to you. અભિનંદન અને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ !!
Thank you..
– Jaimin Shah (jaimin_great@yahoo.com)
ડૉ. વિવેક મનહર ટેલરની રચનાઓ સંગ્રહ અને સી.ડી. માં સ્વરબદ્ધ થઇ તેનો અનેરો આનંદ છે. નિમંત્રણ મળ્યા પછી પણ સૂરત જઈ શકાયું નહીં તેનો રંજ છે. પરંતુ કવિશ્રી અને ટહુકો ને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
સરસ અને ઘણુ સુન્દર…
ખુબ ખુબ અભીનન્દન….
સુંદર..
ખુબ સુન્દર અને ખુબ ખુબ અભિનંદન !!!
અને આમ જોવા જઈએ તો વિવેકભાઈનો ધંધો પણ એ જ છે ને સૌના હ્રદય સુધી પહોંચવાનો.
જેના શ્વાસમાં ગઝલ છે અને શબ્દોમાં ગરમાળો એનું સરનામું છે -વિવેક મનહર ટેલર
ખૂબ ખૂબ અભિનંદન
પ્રેરણાદાયિ વિમોચન રહ્યુઁ છે…. કેટલા વખાણ કરું હવે શબ્દો ખૂટે છે ભાઇ…..
શ્રી વિવેકભાઈ, ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન સબબ આપને
ખૂબ-ખૂબ અભિનન્દન..અને મારી હાર્દીક શુભેચ્છા..
અદ્…..ભુત!!!!!!!!!!!!
Thank You Chi.Jayshreeben…I just checked..Tahuko before going to bed and after watching highlights of India England !s “TIE”match..played …but not visiting “TAHUKO” as useal….kem chhene mazani vaat?Chothi Kadi ratre 1.30 vage mali..”aapno khub khub aabhar…mein gaikalej nondhyu hatu…ane comment ma lakhyu hatu ane aajej…maligai..!!!khrekhar …”MARI PASE SHABDO NATHI KATHAN NA…!!”JAYSHREE KRISHNA SHOOBH RATRI..AMITBHAI NE PAN..!!RANJIT VED.
વિવેકભાઇની હાર્દિક શુભેચ્છા.
ખૂબ સુંદર!
અલબત્ત, ગુજરાતી સાહિત્યના એક સોનેરી દિવસ (૨૩મી ફેબ્રુઆરી, ૨૦૧૧) ની ચાર કડીઓમાંની આ ત્રીજી કડી. પણ ‘પાંચમી કડી’ વિશે શું? એ વિશે વિવેકભાઈને ઈ-મેઈલથી પૂછીશ.
–ગિરીશ પરીખ
ખૂબ સુંદર
ચોથી કડીમા મનમા ઉછળતો પ્રતિભાવ લખશુ
સમયનો એક એવો ટુકડો જે ક્યારેય નહીં ભૂલાય…
[…] પહેલી કડી: વીએમટેલર.કોમબીજી કડી: લયસ્તરો.કોમ ત્રીજી કડી: ટહુકો. કોમ […]
[…] કડી: વીએમટેલર.કોમ ત્રીજી કડી: ટહુકો. કોમ ચોથી કડી: ગાગરમાં […]
[…] કડી: લયસ્તરો.કોમ ત્રીજી કડી: ટહુકો. કોમ ચોથી કડી: ગાગરમાં […]