ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….
એફ. વાય. બી. એ. મા ન્હાનાલાલ સ્પે. સબ્જેક્ટ તરીકે ભણતા હતા, એ વર્ગખન્ડ, એ
ભણાવનાર પ્રોફૅસર, સાથી વિદ્યાર્થીઓ અને સૌથી વધારેતો ન્હાનાલાલના બીજા અનેક કાવ્યો અને
ક્રુતિઓ નજર સામે તરવરવા લાગી ગઈ. શુ ન્હાનાલાલનો કલ્પનાવૈભવ અને વર્ણનવૈવિધ્ય? ભણાવનાર
પણ કવિઅને તેય કોણ? ખબર છે. પૂ.શ્રી. રણજીતભાઈ પટેલ– અનામી સર. એમની પાસે ભણવુ એ
એક અનેરો લ્હાવો અને અમારા માટે એ એક અમૂલ્ય ઉત્સવ હતો. અમે કેટલા નસીબદાર હતા કે અમને
અનામી સર, સુરેશ જોશી, ભોગીલાલ સાન્ડેસરા, હર્ષદ ત્રિવેદી જેવા ધુરન્ધરોના વિદ્યાર્થી હોવાનુ ગૌરવ છે
બાળપણ યાદ આવી ગયુ.