પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

– મુકેશ જોષી

18 replies on “પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી”

  1. ખુબ જ સુન્દર રચના……….
    લાગનેી ને જો હદય્ નેી ભાશા મલે તો સબન્ધો ના સાચા ખુલાસા મલે…….

  2. ખરે કહ્ર તો ભૌ જ જન્કરિ જોઇચે , અનિ અન્હ્ક્નો ઇસારો ન સમ્જ્ય ને આખિ જિન્દ્ગિ ગિ અફ્સોસ કર રહિ ગયય

  3. સરસ રચના,
    આપણી વચ્ચે દિલચોરી ક્યાં હોય છે
    પ્રેમમા પડવા ખુમારી હોવી જોઈએ,
    એની વાત લઈને આ ગઝલ ઘણૂ કહી જાય છે, કવિશ્રી મુકેશ જોશીને અભિનદન્ આપનો આભાર …………

  4. પ્રેમ કરતા આવડવો જોઇએ
    એમાં લાચારી ન હોવી જોઇએ.

  5. શ્રી હરિ ને છોકરીમા સામ્યતા
    બેઉ જણ માટે પૂજારી જોઈએ.

    સાવ સાચી વાત. સરસ ગઝલ.

  6. શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
    બેઉ જણ માટે પૂજારી જોઇએ……….

    વાહ…

  7. મદારી ભલેને વગાડે મોરલી, આપણે નાચવુ નહિ
    મોહનની મોરલી સામ્ભળવી, નાચતા શર્માવુ નહિ

  8. થોદા શ્બ્દોમા કેટલુ કહી ગયી આ ગઝલ
    કે કેવી અટપટી છે જીવનની આ મઝલ!

  9. મુકેશભાઇ…. બહુ જ સરસ

    નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
    દિકરા જેવો મદારી જોઇએ

    આ અનુસંધાનમાં…..

    દીકરીને ગાય, હવે ફાવે ત્યાં જાય
    ના રજા મારી કે તમારી જોઇએ

  10. ખૂબ સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા

    પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
    બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ
    આપણા ઘરમાં જ હો ચાલે નહીં
    એમના ઘરમાં ય બારી જોઇએ

    પૂર્ણ પરિપકવ પ્રેમની આ જ લાક્ષણિકતા છે. એ ક્રોધ, હતાશા, ઈર્ષા. વેદના, તડપ, તલસાટ, ઉન્માદ, આકાંક્ષા… બઘું જ આપે છે- પણ એક ચીજ ન આપી શકેઃ નફરત! જેને હૃદયના સાતમા પાતાળથી ચાહ્યું હોય, એના માટે ધિક્કારની સરવાણી ન ફૂટી શકે. અને એ જ તો સામી વ્યકિતને અકથ્ય પશ્ચાતાપમાંથી પસાર કરાવીને સત્ય સુધી પહોંચાડવાનો રાજમાર્ગ છે. પ્રેમમાં ‘બદલો’ ન હોય, ‘બદલાવ’ હોય.
    શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
    બેઉ જણ માટે પૂજારી જોઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *