આજની આ પોસ્ટ સીધી લયસ્તરો પરથી… ઊર્મિની Expert Comment સાથે..! 🙂
******
સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.
ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?
આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.
સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.
-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)
કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે. યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે. આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે. પરણીને સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે. સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂
– ઊર્મિ (લયસ્તરો)
બાળપણની યાદ તાજી કરાવવા બદલ આપનો આભાર, સરસ ખુબ સંવેદનભર્યુ ગીત……
ખુબ સ્રરસ ખૂબ ગમ્યુ
good song—
Parul,
Click here:
કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી
Hello Jayshreeben,
so nice of you.excellent collection.can you bring that song for me?”kunchi aapo baiji”?
વો યાદેં, વો બાતેં,વો રોના-ધોના,કોઇ વો દિન લૌટા દો..મેર વો બચપન લૌટ દો…
ગઇ કાલ ની યાદો ને પાછી આજ મા પરોવી દીધી…ખુબ જ સુન્દર…
ખૂબ ગમ્યુ .દિકરી વળાવવી આકરી છે , એને આંગણ છોડવુ અતિ આકરુ છે .અતિ સુન્દ ર કાવ્ય !!!!!!
ખૂબ જ સુંદર,લાગણીશીલ,સંવેદનશીલ મઝાનું ગીત…………
આભાર,ઉર્મી અને જયશ્રી
સીમા