કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

296 replies on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી”

  1. અદભૂત! અતિ સુંદર! કોટિ કોટિ વંદન આ મહાન કવિ, શ્રી ઝવેરચંદ મેઘાણીને. મેઘાણી સાહેબ અમૂલ્ય સાહિત્યનો સંગ્રહ આપણા અને આવનાર પેઢીને આપતા ગયા છે તે માટે તેઓનો અને તેમના પરિવારનો દિલથી આભાર. કાવ્યના શબ્દે શબ્દમાં રાષ્ટ્ર પ્રેમ અને શૌર્ય છલકે છે.

    ટહુકોનો ખુબ આભાર.

  2. માનન્યાય શ્રી સ્વ:ઝવેરચંદ મેઘાણી ના દરેક પુસ્તકો પર કશુંબી નો રંગ ચડેલ છે….આજે મારા છોકરા ઓ ને હું ભણાવતો હતો અને કશુંબિ નો રંગ યાદ આવ્યો …ગાવા નો પ્રયત્ન કર્યો પણ એક લાઇન કરતા વધારે યાદ ન આવ્યું એટલે આમો પુરી પંકિ જોઈ અને સાંભળી લીધી…..આભાર…

  3. Inspite of lots of efforts, I can not play the songs posted here.
    Will any one here help meto solve this issue?
    I have tried google chrome, and internet explorer,but in vain.

  4. વાહ કસુંબ જવેચન્દ મેઘાનેી રોક્સ્ today why it is called ” kasumbal rang ” today i know why meghaniji is call national poets

  5. કદાચ મેઘાણી ન હોત તો મને ને તમને આ ભારતભૂમિ ના સૂવર્ણ ઈતિહાસ નો ખ્યાલ ન આવત….. મેઘાણીની કલમ વગર કોઇ જાહેર પ્રોગ્રામ મા રોનક ન આવે…સાહેબ

  6. મારે કસુંબીનો રંગ , પ્રફુલ દવે અને હેમુ ગઢવી બન્ને ના સ્વરમાં જોઇએ છીએ શું મને લીંક આપી ?

  7. ગીત પુરુ નથી સભળાતુ નથી .આમ કેમ ? બાકી મજા આવી !

  8. મને ખુબજ ગમ્યું મને શ્રી ઝવેરચંદ ને સંભળવા ખુબજ ગમે છે.
    .
    .
    .
    .
    જય હિન્દ ……
    .
    .
    .
    અભાર

  9. લોક્સાહિત્યના સશોધકો અને સમ્પાદકો પર નેશનલ સેમિનાર ૨૪-૨૫ ફેબ્રુઆરી-૨૦૧૪
    મહીલા કોલેજ, જોશીપુરા, જુનાગધ

  10. અગાઉ, આ સરસ ગીત આખુય આ સાઈટ ઉપર સાંભળવા મળતું હ્તું પણ હવે માત્ર થોડું જ સાંભળવા મળે છે. જોઆખુ સંભળાવોતો સારુ……..

  11. આપનુ ર્રાજ્ય લોક્શાહી તન્ત્ર ધ્રરાવે ચ્હે પન સારુ પાસુ એ ચ્હે કે લોકો સારા ખરાબણી પરખ કરી શકે તેવા

  12. આ દુનિયા મા ક્યારેય શ્રિ ઝવેર ચન્દ સાહેબ જેવા કવિ થવા હવે શક્ય જ નથિ…..
    સલામ ઈ સોરથ ના દિકરા ને……

  13. વીર અને સુરાઓ ની આ પાવન ધરતી છે સૌરાષ્ટ્રની , માં ભોમ કાજે કદાચ જીવન ખર્ચાય જાય તો પણ મંજુર છે…

  14. આપણા “રાષ્ટ્રીય શાયર” ના પ્રત્યેક શબ્દો માંથી દેશપ્રેમ છલકે છે।

  15. દરેક ગુજરઆતેી એ જેીવન મા સામ્ભલ્વા જેવુ એક ગેીત્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *