ખોબો ભરીને અમે -જગદીશ જોષી

સ્વર : નિરુપમા શેઠ.

.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

68 replies on “ખોબો ભરીને અમે -જગદીશ જોષી”

  1. So good song. Great poets and song writers. Amazing literature and culture . Tahuko .com and like this others are so good . If monetary and non monetary help can be done to this activities, then good things will be presented in good ways surely and will not be presented in other way.

  2. આ ગીતથી શરુ થતી આ રેકર્ડ માં શ્રી હરેશ ભીમાણીની કોમેન્ટ્રી પણ સાંભળી છે.હવે આ ખોબો ભરીને અને તેની સાથેના બીજા ગીતો હરેશભાઈ ની કોમેન્ટ્રી સાથે સંભાળવા માટે શું કરવું .જયશ્રીબેન કોઈ ઉપાય બતાવોને બેન .

  3. મા વિનાના બચ્ચા સમજ્યા દુનિઆ આખી મરી ગઇ, આ ગિત મુકવા વિનતિ

  4. મારુ મનગમતુ ગીત આજ જડી ગયુ..જયશ્રીબેન નો આભાર માનુ એટલો ઓછો છે…સાહિત્યના દરિયામાં ડુબકાં મારીને અમારા માટે મનગમતા મોતીડાં લાવી જો દો છો..!!

  5. આ કરૂણ ગીત આજ મને ખુબજ રડાવી ગયુ.
    ખરેખર ગાયિકા બહેન ના સ્વર માં ઘણી કરૂણતા છે.
    મારી તરફ થી તેવણ ને ધન્ય​વાદ​

  6. Dear jayshreeben,
    We are living in East Africa since long time but whenever listen this web site, I feel i am in Gujarat with all my Gujarati culture. Thank you very much to keep this marvelous web site updated.

    Poet (THIEF)

    • Khub sundar… Toda ma.ghanu kanhyu chhe. મને પણ સાંભળવું ખૂબ ગમે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *