પ્રિયકાન્ત મણિયાયનું આ ખૂબ જ જાણીતું અને મોટેભાગે બધાને માટે થોડું ખાસ એવું રાધા-કૃષ્ણ કાવ્ય.. આમ તો ઘણા વખતથી આ ગીત સૌમિલ – આરતી મુન્શીના કંઠે ટહુકે છે ટહુકો પર.. અને એ ગીતની શરૂઆતમાં તુષારભાઇની જે પ્રસ્તાવના છે, એ પણ એક અલગ કાવ્ય જ હોય જાણે.. આજે એક વધુ સ્વર સાથે આ ગીત ફરી એકવાર..
મમ્મી ગુજરાતી ટીવી ચેનલ ચાલુ રાખતી ત્યારે આમ તો હું અકળાતી.. પણ આજે સમજાય છે કે ગુજરાતી સાહિત્ય-કવિતા પ્રત્યેનો પ્રેમ મને મમ્મી પાસેથી જ મળ્યો છે. મને બરાબર યાદ છે કે આ ગીત પહેલીવાર ટીવી પર સાંભળેલું ત્યારે મમ્મી સાથે હતા, અને એમણે એ પણ જણાવેલુ કે એમણે ગુજરાત વિદ્યાપીઠમાં કવિના મુખે આ ગીત સાંભળ્યું છે.
આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ સનાતન પ્રેમ કાવ્ય ભેટ..!
સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજિત શેઠ
.
=================
Posted on August 26, 2006.
આમ તો પ્રભૂ એક જ છે, અને જુદાં જુદાં તો ફક્ત એના નામ છે.. આ વાત હું પણ માનું છું, અને તો યે પ્રભૂનું ‘કાનુડા’નું રૂપ મને ઘણું વધારે વ્હાલું. ઘણાં વર્ષો પહેલા દૂરદર્શન ગુજરાતીના એક કાર્યક્રમમાં ‘આશિત દેસાઇ અને હેમા દેસાઇ’ના કંઠે આ ગીત સૌથી પહેલી વાર સાભળ્યું, અને તરત જ સીઘું દિલમાં કોતરાઇ ગયું. પછી ઘણું શોધ્યું, પણ કોઇ કેસેટમાં મળ્યું જ નહીં. (ઓડિયો સીડી ત્યારે આટલા ચલણમાં નો’તી.) લગભગ 3-4 વર્ષ પહેલા ચિત્રલેખાના કોઇ અંકમાં ‘પ્રભાતના પુષ્પો’ વિભાગમાં જ્યારે આ કાવ્ય લખાયું, ત્યારે તો એવું થયું, કે આ અંકમાં બીજું કંઇ પણ ના હોય તો યે ચાલે. હું તો આ ગીતના શબ્દો મેળવીને જ ખુશ હતી, ત્યાં તો અચાનક એક દિવસ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં આ ગીત સાંભળવા પણ મળ્યું. વાહ વાહ… ત્યારે જે ખુશી થઇ હતી, એને શબ્દો આપવાનું મારી આવડતની બહાર છે…
આજે જન્માષ્ટમી. આજે ટહુકા પર કાનુડા સિવાય બીજું કશું તો ક્યાંથી હોય ?
સ્વર : સૌમિલ, આરતી મુન્શી.
.
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !
૦૧ નભ = આકાશ ૦૨ સરવરજળ = જળ ૦૩ લ્હેરી = વાયુ ૦૪ પરવત-શિખર = પૃથ્વી ૦૫ દીપ જલે = તેજ
આ ઉપરોક્ત પાંચ (૫) શબ્દો ને કવિશ્રી “ પ્રિયકાંત મણીયારે ” આબેહુબ રીતે આ ગીત મા ગુંથી લીધા છે. આ પાંચ (૫) શબ્દો એટલે પાંચ તત્વો – પૃથ્વી- જળ – વાયુ – તેજ અને આકાશ ને રજુ કરે છે.
“ “આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર”આશિત દેસાઇ અને હેમા દેસાઇ” ના કંઠે આ ગીત સંભાળવું એ એક લહાવો છે. કવિના શબ્દો અને ગાયક નો સ્વર અને અધ્યાત્મિક સમ્નવય નો ત્રીવેણી સંગમ આ ગીત – “સુગમ સંગીત” મા થયેલો છે.
આ નભ ઝૂક્યું તે કાનજી……. – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી……. – પ્રિયકાંત મણિયાર:-
_________________________________
૦૧ નભ = આકાશ ૦૨ સરવરજળ = જળ ૦૩ લ્હેરી = વાયુ ૦૪ પરવત-શિખર = પૃથ્વી ૦૫ દીપ જલે = તેજ
આ ઉપરોક્ત પાંચ (૫) શબ્દો ને કવિશ્રી “ પ્રિયકાંત મણીયારે ” આબેહુબ રીતે આ ગીત મા ગુંથી લીધા છે. આ પાંચ (૫) શબ્દો એટલે પાંચ તત્વો – પૃથ્વી- જળ – વાયુ – તેજ અને આકાશ ને રજુ કરે છે.
“ “આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર”આશિત દેસાઇ અને હેમા દેસાઇ” ના કંઠે આ ગીત સંભાળવું એ એક લહાવો છે. કવિના શબ્દો અને ગાયક નો સ્વર અને અધ્યાત્મિક સમ્નવય નો ત્રીવેણી સંગમ આ ગીત – “સુગમ સંગીત” મા થયેલો છે.
આ નભ ઝૂક્યું તે કાનજી……. – પ્રિયકાંત મણિયાર
૧.નભ શબ્દનો સમાન અર્થ આપો.
૨. સરોવર જળ કાનજી તો રાધા શું છે ?
૩. રાધા પગલી છે તો કાનજી શું છે ?
૪. “લોચન” શબ્દ ના બે સમાન અર્થ આપો.
૫. કાનજી દીપ તો રાધા શું છે?
Thank you …mane a kaho k as bhajan..aarત્i dwnld km thase…plz
ખુબ જ સરસ કાનજિ નુ ગેીત… હુ તો ખુબ દિવાનિ ચ્હુ
જય શ્રિ ક્રિશ્ના મ્ને આ ગિત ખુબ્જ ગ્મયુ..મ્ને રાધા અને કાન્હા નો પ્રેમ ખુબ્જ ગ્મે દુનિઆ માથે આ પ્રેમ બિરા જે ત્યા સુધિ જિવન આનન્દથિ ભર્પુ લાગે…આભાર્..બર્સાના ગોકુલ રાધા કાન્હા જેવો પ્રેમ બ્ધા જ સ્મ્બ્ન્ધો મા હોવો જોઇયે એજ્ વિન્તિ શ્રિ ક્રિશ્ના ને…..
aa nabh jyukyu te kanji.. aa geet mare ghana vakhat thi joitu hatu parantu mare ashit desai & hemabene doordarshan ma gayelu te joiae chhe. te karyakram nu sanchalan tushar shukla ae karelu.
હેલ્લો.. આ નભ જુક્યુ તે કનજી.. હું ઘણા વખતથી શોધમાં હતો પણ હજી તે અધુરી હોય તેમ લાગે છે કેમકે મારે આશીત દેસાઇ અને હેમાબેને દુરદર્શનમાં ગાયેલું છે તે જોઇએ છે તે કાર્યક્રમનું સંચાલન તુષાર શુક્લએ કર્યુ છે.
jai shri krishna
ive heard this bhajan before in ashit bhai and hema ben desai’s voice !
JAISHREE BEN please can u upload this bhajan in their voice also waiting to hear it again eagerly 🙂
Just Beautiful
ગાયેલ શબ્દ લખવામાં ભૂલ માટે દિલગીર છું. ફરીવાર વાંચીને comment submit કરવામાં ધ્યાન રાખીશ.
આશિત દેસાઇ અને હેમા દેસાઇ એ પણ આ ગીત ગાયું છે તે આજે ખબર પડી. આ અને કવિએ પોતે ગાયેલ ગીત મળી શકે તો મઝા આવી જાય. કદાચ કોઈને સાચું ના લાગે પણ આ ગીત મેં સો વારથી પણ વધારે વાર સાંભળ્યું છે અને હજી પણ અવારનવાર સાંભળુ છું.