આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

———————-

( આભાર ફોર એસ વી )

સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

228 replies on “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી”

  1. i want to download thisn song and i want to give this song to my parents. please can you let me know how can i download and copy on a cd or any other alternative. please let me know ASAP.
    Many Thanks

  2. khub nano hato tyare a geet mahila mandal par sambhalto hato ane roi padto hato,aje 50 varsni age ma farithi ankhma pani avi gya.geet man aje pan dilne hachmachavvani takat chhe.khub khub abhar.

  3. after more then 40 years also,i feel fregrence of poem in my heart.we can enjoy both poetry by heart,and not by brain.

  4. i think this is a unbeliaveable peom. i heard this 19 times now here. youngers have must take lession after here this poem.
    dear yagnik sir salute you.

  5. બધા એ માતા પિતા નિ સેવા કરવૈ જઓઈએ. એ જ ઇચ્ચા.

  6. આ કવીતા મમ્મી મને નાનપન મા સંભઙાવતી.
    આજે પન મને આ કવીતા ખુબજ ગમે છે.

  7. I do not have words to say but its really heart touching. One can not stop tears …… Great Indukaka ….Thanks THHUKO.COM

  8. ગુજરાતી સઁગીત અને કાવ્ય સન્ગ્રહ નો આ અતિ અમુલ્ય વારસો સાચવવા અને પ્રસારવવા બદલ આપનો ખુબ ખુબ આભાર….
    વિશ્વની કોઇ પણ સઁપદા સામે ‘મા’ , ‘માતૃભુમિ’, અને ‘માતૃભાષા’ એ સૌથી અમુલ્ય છે અને આ તમામની પ્રતિતી એક સાથે આ ગીત થી થાય છે જેના પ્રસાર માટે પુન ખુબ ખુબ ધન્યવાદ

  9. It is a great trajedy that in the same Gujarat where we have developed highest No of “GharaDa GhaR ” in India. Now this Developer’s Name is Shri Gaga Sheth !!.

  10. This git is very nice. We listen to this everyday. It’s very heart-filling.
    We would like to get more information on the writer – so, please contact us.

    Vina & Mukund

  11. મા તે મા બઅકિ બધા વગદાના વા..સત્ય તે કહેવત્! આસુ ના
    આવે તે માનવિ નહિ ! આર્અપાર હ્ર્દય ને અસર કરે તેવુ કાવ્ય !

  12. September 23 2008
    Thanks! throgh google search, first time I visited this site, and listen “tari banki re, Andhli ma no kagal. excellent! Thank you verymuch for posting all these sweet Gujarati songs on internet.
    Hitesh

  13. આ ગીત બહુ સારુ લાગે – ભગવાનને પ્રાથના કે ઘરદા મા બાપ ની સો સેવા કરે…ખુબ ખુબ આભાર તહુકા નો……

  14. potana gaam ane vatan chhodi ne desh videsh ma petiyu ralava gayeli pehli ane biji pethi aa geet ne koi diwas junu thawa nahi de…..pachhi bhale teo aaje ketlapan “shrimant” thai gaya hoi…..”maa” aandhali hoi ke na hoi koi divas tene bhulvi nahi…..
    thanks to tahuko.com…. thanks to ઈન્દુલાલ ગાંધી

  15. I loved and cried after listening to it. It reminded me of my mother as , I am sure, it does to lot of us. Beautiful site and collection as well.

  16. my father was sung this song on stage at the age 8 and got the 1stprize, now he is 70years old still remember this song,I also love this song from bottam of my heart
    thanks thanks alot thanks………………

  17. this song is really very touching …every people should hear this…and thax to “tahuko”,,through this site we all gujaratis find all the songs,,

  18. IF IT WAS BY SHRI HEMU GADHAVI, APPRECIATED , ITS ORIGINAL BY HIM , AND MORE ENJOYABLE,I USED TO LISTEN IT ON REDIFF.COM GUJARATI ,NOW ITS NO MORE ,BUT TRY ,IF YOU CAN FIND HIS COMPOSITION ,EVEN YOUR SELECTION DOES NOT SHOW ANY OF HIS GEETS ,THANKS .AAVJO

  19. હેલ્લો ગુજર્તિ વેબ થન્ક યોઉ ફોર થિસ સિદે

  20. મારે આ ગિત નો વિડિયો આલ્બમ ડઉનલોડ ક્રરવો હોયતો મને ક્યાથિ મળસે ??

  21. jayshree ji i want that song named is ” Madta nathi ae vaat ni fariyaad pan nathi….” if it is possible then kindly tell me.

  22. A really touching song.

    હવે નથી જીવવા આરો,
    આવ્યો ભીખ માગવા વારો.

    Absolutely fantastic!!

    This song makes me cry every time.

  23. no words for this..
    એટલું કહીશઃ
    અલ્યા શહેર ! મારા ગામડાં ને તારા જેવું ના બનાવ..
    કઇક તો નિર્દોષ રાખ, એના મન માં તારું વખ ના ભળાવ.

  24. મને આજે ખુબજ આનદ થયો. ને હુ ખુબજ ખુશ છુ. ને તમારો આભર મનુ છુ આવા ઉમદા કામ મટએ………..

  25. “દેખતા દિકરાનો જવાબ” એ ગીતપ્લેઅર પર સાન્ભળી શકાતુ નથી.

  26. આ ગેીત નાન્પ્ણ થેી જ ગમે.જેમ્ન ેઆનાથેી રડ્વુ ના આવે તો સમ્જવુ કે તેઓ આ ગેીત નેી ક્રુણ્તા સમ્જેી શક્યા નથેી.સામે દેખ્તા દેીક્રા નો જ્વાબ પણ એવો જ સચોટ & કરુણ્—મારો નાનો સન નાનો હતો ત્યાર્થેી જ આવા ગેીત પ્રત્યે લગ્નેી–અને હજેી પણ. –આજે જ ટહુકો જોયુ ને હવે કાયમ જોતા રહેીશુ.. —પટેલ પરેીવાર્—શેીકાગો

  27. this is my all time favorite song but i like this song in voice of Bhanubhai vora and also there is some more heart touching song there plz click on musicindiaonline.com and then go to gujarati and then go to folk song i hope you will enjoy it

  28. I was listening this songs in past & cried more than 100 times. True story of 95/100 People in this part of the world. Thanks to the writer.

  29. હ્નુ આ ગિત સમ્ભ્લિ સોવાર રદ્યો હોઇશ. આજ ગિત આજ ના બાલકો માતે.

  30. I just show in comments that this song is able to make cry anybody who listen this….. and i am amazed it did to me…. a very beutiful poem… and very well sung.. and good work to keep it here.. thanks a lot..

  31. ેAa Geet Kayam Radave Chhe to pan varam var sambhal vanu maan thay chhe…Khubaj Sunder Rachana Chhe. Thanks for Posting it here….

  32. ગુજરાતી હોવા છતા ભાષા સાથે સબંધ તૂટી ગયો હતો . આ વેબ સાઇટ જોયા અન ગીત સાંભળ્યા પછી ભાષા અન લાગણી બંને સાથે તાંતણા ફરી બાંધી ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *