કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

આજે ૧લી મે ર૦૧ર, ૫૨મો ગુજરાતદિન….., વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની વર્ષગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!! જુન ૨૦, ૨૦૦૬ માં પહેલા મુકેલું આ પ્રખ્યાત ગીત ફરી એક વાર બે જાણીતા સ્વરોમાં…..

સ્વર – પ્રફુલ દવે

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * * * * * *

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD “લોકસાગરનાં મોતી” માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )

kesudo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં દિલીપ આચાર્યના સ્વરમાં સાંભળો.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

– ઝવેરચંદ મેઘાણી (કવિ પરિચય)

(પ્રફુલ દવે અને હેમુ ગઢવીના સ્વરમાં ઓડિઓ ફાઇલ માટે આભાર  www.jhaverchandmeghani.com)

296 replies on “કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી”

  1. શ્રી બન્ટિ,
    બિસ્મિલ નો અર્થ થાય ચ્હે ” કુર્બાન થવા તૈયાર ”

    – ભરતભાઈ દરજી, ભુજ

  2. Hi there,
    I proud to be a ‘Gujarati’. i like to wright gujarati but on my keyboard i can’t do that, sorry 4 that. It’s does’t mean i hete other language but i love gujarati.
    I love to play gujarati songs, and will u tell me how can i download this all gujarati bhajans, gazala, lokgeet and all of them? please pl. pl. pl. pl. tell me………………..

  3. I just love this song…
    Is it possible to download its audio version (Of any singer!)…

  4. ફરી વાર ફરી સામ્ભળવુ, ફરી ફરી સામ્ભળવુ

  5. this is the “poetry at its best” …
    one of the most beautiful poetry in da world…

    i want 2 know meaning of “bismil”
    બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ.
    what this sentence mean….
    plz ny1 tell..

  6. this is a very great collection pls send me information how can i download this song and othere good songs of this website.?this is a very excellent and amazing.

  7. i want to buy this album at 6th march so plz reply me address of soap at now plzzzzzzzzz. its very important.

  8. JAYSHREE BEN I REALY LIKE THIS SONG WHEN I HEARD BUT I DONT KNOW THE MEANING OF THIS FULL SONG SOME LINE I UNDRESTAND BUT AFTER THAT NO……….
    JAYSHREEBEN CAN U OR ANY YOUR FRIENDS EXPLAIN WHAT POET SAY ABOUT ALL THIS THING THRUOUG KASUMBINO RANG
    WHAT IS THE MEANING OF KASUMBALI

  9. this is very nice site just today i vist this site and i like very much i heard this song in babulnath temple in mumbai and after 2 year i heard this
    thanku for that

  10. કસુંબીનો રંગ આખા ગીતનો શબ્દે શબ્દ નો અર્થ જો મળે તો મજા પડે.

  11. મારે “રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !” ગીત MP3 format મા downlaod કરવુ છે. downlaod લિન્ક આપવા વિનંતી.

  12. ખૂબ જ સુન્દર રજુઆત એક ખૂબજ સુન્દર રીતે લખાયેલા ગીત ની ! આમ જ આગલ વધતા રહો તેવી શુભેચ્છા !

  13. ટહુકો.com is the place where v find the excellent song of all our athor.

    i want song of શિવાજી નુ હાલરડુ by જવેરચન્દ મેઘાની

  14. આવી સ્ ર સ કવીતા ની નક્લ sorry, as u write, please encourage thru byeing CD. its ok. But, we can copy the poety for READING it will be the Golden Treasory of Memory for life time. (i have vakil1 fonts)

  15. મને કસુમ્બિ શબ્દ નો અર્થ જાનવો…. પ્લિઝ કોઇ લખિ મોકલશો,
    કદાચ કેસુદા ના ફુલ નો કેસરિ રન્ગ કે દરબાર મા ઘોલાતા કસુમ્બા નો કેફ કે શહિદો ના લોહિ નો લાલ રન્ગ , હુ કન્ફયુસ..ને ગુજરાતિ મા chhelaji no chh, tahuka no ta, dagla no da કેવિ રિતે type કરવો, તેમા પન help please!
    -હિતેશ

    • કસુંબી… એટલે કસુંબલ… કેશરીયો રંગ જે રંગમાં મરીફીટવાની તાકાત છે. આળધોળ થઇ જવાની તૈયારી છે. કોઇની વેદનાને આત્‍મસાત કરવાની વાત છે.

      પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
      શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

      ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
      બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

      આ રંગને માણવો હોયતો તેને જીવવો પડે, વેઠવો પડે, ત્‍યારે કસુંબીનો રંગ
      થોડો સમજાય.. થોડો દેખાય.. થોડો પીવાય ને આત્‍મસાત થાય…
      આવી કાંઇક મારી ના સમજ છે. બાકી તો આ રંગને જીવવો પડે
      રાજુ.જાની
      રાજકોટ
      ૯૮૨૫૭૬૫૫૯૯

  16. Very…Very Good thai Song I Feel Proud to be Gujara Powm having this Wonderful,excellent of Poems.Thank you……
    From : Rakesh Patel
    Sampad
    Prantij

  17. આ લોકગીત સાંભળીને હૃદયના ધબકરા વધી ગયા, શરીર પરનાં રુંવાટા ઉભા થઈ ગયા અને આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. મેઘાણીના ગુજરાતમાં મારો જન્મ થયો એને હું મારું સદભાગ્ય ગણું છું.

    ટહુકો.કોમના સંચાલકોને વધુ એક ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર!

  18. ગુજરાતિ સાહિત્ય ના નવરત્ન સમુ આ શૌર્ય ગેીત ઇન્ટરનેટ પર મુકિ આપશ્રેી એ લોક હૈયા ને અનેરિ ટાઢક અર્પેી છે

  19. ખુબ જ સરસ શોર્ય ગેીત . નસ નસ મા કોઇ પણ ગુજરાતેી નેી, લોહેી દોડવા લાગે તેવુ. મારે આ ગેીત નેી સેી.ડેી. મેળવવેી હોય તો ક્ય થેી મળે ? ખરેખર કોઈ ગચેતન ભાઈ એ આ ગેીત જે રેીતે ગાયુ , તે “ગદ્દ્વેી” જ શ્રેી જવેરચદ ના શબ્દો ને વાચા આપેી શકે ! Sory for spelling mistake but I would like to convey thanks to the both “Mehgnani” & “Gadhvi”.

  20. ABSOLUTELY SIMPLY GREAT ! WE ARE THANKFUL TO YOU FOR GIVING THIS GREAT WEBSITE FOR GUJARATI SONGS AND GAZALS.

  21. ઝવેર્ચન્દ મેઘાનિ નુ કસુમ્બિ નો રન્ગ ગિત મસ્ત હે હો બાપુ.ધાન્ગ્ધા થિ અક્શત્

  22. મારે મુબઈ થી ગાડી આવી રે સાભળવુ છે પ્લીઝ્…

  23. vah moj aavi gaee chetan bhai..hemubhai gadhavi na aavajma hoee to sambhadavjo..ruvada ubha thae jay ho bapla…dhakan bhai nu sarnamu mali sake?

  24. મારે ગુજ્રરાતિ ફિલ્મ લવ ઇઝ બ્લઇન્ડ નુ

    મન મા મારા માન મા…. વાળુ ગિત સાબ્ળવુ ક્ષ્..

    પ્લિઝ્

  25. દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
    સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
    આ ગીત મને ખુબ જ ગમે છે ચેતનભાઇ, તમારો ખૂબ આભાર..
    Pranav

  26. As 15th August is nearing, I am in process of teaching my 4 year daughter few patriotric songs.
    We have a plan to perform some patriotic songs and plays on stage in USA.
    Can you please upload gujarati Patriotic songs ?If you can upload Lyrics atleast, can help me.

    I daily visit tahuko.com, from the day I found it.

    Thanks a lot. 🙂

  27. ” દરજીડા ઝીણા મોતી મા મારો જીવ રે સે ”
    તમારી પાસે આ ગીત હસે…….?????

  28. kasumbi no rang sambhli ne moj aawi gai ,congratulation to Sh.late shri zawerchand Meghaniji….now we can’t generating this type of song …..really great meghaniji ….wah wah…meghaniji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *