સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય

ગુજરાતના વ્હાલા અને વિખ્યાત સ્વરકાર એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયને થોડા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ – અમર ભટ્ટ અને એમની દીકરીઓના શબ્દોમાં….

‘ગુજરાતના proud possession…. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય’  – સ્વરકાર અમર ભટ્ટ

ગુજરાતના proud possession એવા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે થોડીક વાત કરતાં અત્યંત આનંદ થાય છે. હું ખૂબ નાનો હતો ત્યારથી પુરૂષોત્તમભાઇને સાંભળતો આવ્યો છું ને માણતો આવ્યો છું. ઘણીવાર એવો વિચાર આવે છે કે એવું તે શું છે આ માણસનાં સંગીતમાં કે તે આટલી બધી અસર કરે છે? મને લાગે છે કે સૌથી વધુ સ્પર્શતી બાબત એ એમના અવાજની, એમની રજઆતની અને એમના સંગીતની તાજગી છે. એક જ ગીત એમની પાસે અનેકવાર સાંભળો છતાં એ even fresh લાગે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. હું ઘણીવાર કહેતો હોઉં છે કે પુરૂષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. મને એમની સાથે રહેવાનું ને એમની પાસે શીખવાનું મળ્યું તે મારા જીવનનો એક અગત્યનો વળાંક છે તેમ હું માનું છે. જેટલી ગઝલો સ્વરબધ્ધ કરી છે તે બધી જ પુરૂષોત્તમભાઇનાં માર્ગદર્શન પછી અને એમની અસર નીચે સ્વરબધ્ધ થઇ છે તે વાતનો નિખાલસ સ્વીકાર કરું છું.

.

એમના કાર્યક્રમો, બેઠકો એ બધું જ આજે આંખ સમક્ષ પસાર થઇ જાય છે. એ મહેફિલો સવાર સુધી ચાલતી એમ થાય છે કે આ મહેફિલ પૂરી જ ન થાય. મારો એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં પુરૂષોત્તમભાઇને દિવસમાં એકવાર યાદ ન કર્યા હોય. એક શિક્ષક તરીકે પુરૂષોત્તમભાઇ ખૂબ વિશાળ હ્રદયનાં છે અને પોતાની પાસે રહેલું બધું જ આપણને આપવા તત્પર છે. આવા નિખાલસ, વિશાળ હ્રદયનાં ગુરુ મેં જોયા નથી. ઘણીવાર સપનામાં મને એમના કાર્યક્રમો આવે છે. Mozartની biographyમાં સંગીત-music ની સરસ વ્યાખ્યા છે.

‘It is the space between the notes that makes music’.

આ વાત પુરૂષોત્તમભાઇનાં સંગીતમાં દેખાય છે. કવિવર ટાગોરની કવિતામાં એક ભાવકનો પ્રશ્નો છે તે મારાં પણ પ્રશ્નો પુરૂષોત્તમભાઇ માટે છે :-

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક થઇને સાંભળી રહું છું તમને, એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યોય જડતો નથી. કાંઇ કહેવા માંગું છું પણ શબ્દો અટકી જાય એ. હાર માનતા મારો પ્રાણ રડે છે. મારી ચોરેતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

.

મારો પુરૂષોત્તમભાઇ સાથે ઘનિષ્ઠ પરિચય થયો તેના કારણમાં આપણા ખબ સુંદર સ્વરકાર દક્ષેશ ધ્રુ છે અને એટલે હું દક્ષેશભાઇનો પણ ખૂબ આભારી છું કે મને પુરૂષોત્તમભાઇનો પરિચય કરાવ્યો.

આવા સંપૂર્ણ કલાકાર ગુજરાત પાસે છે એ ગુજરાતનું સદનસીબ છે. ગુજરાત બહારના કલાકારોને હું જ્યારે પુરૂષોત્તમભાઇને અનોખો આદર અને અનેરું સન્માન આપતા જોઉં છું ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે અને એક જુદું જ રોમહર્ષણ થાય છે જે હું શબ્દોમાં વર્ષવી શકતો નથી. પુરૂષોત્તમભાઇ વિશે આ થોડીક વાત કરવાની તક આપવા બદલ આપનો આભાર માનું છું.

– અમર ભટ્ટ

——————————–

(‘થેંક યૂ પપ્પા’ માં પ્રકાશિત)
‘પપ્પા એટલે હાર્મોનિયમની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ – વિરાજ અને બીજલ ઉપાધ્યાય

અમે પુરુષોત્તમ ઉપાધ્યાયની દીકરીઓ છીએ. હું બીજલ, ઘરમાં સૌથી નાની અને વિરાજ મારાથી મોટી બહેન. હું નાની છું છતાં લગ્નની બાબતમાં પહેલ મેં કરી! પછી વિરાજ મારા રસ્તે ચાલી. અમને ઉછેર્યા ચેલણા ઉપાધ્યાયે અને છાવર્યા પુરુષોત્તમ ઉપાધ્યાયે. ગયા ભવની અમારી સાધના એવી છલોછલ હશે કે આ ભવે અમને પુરુષોત્તમ જેવા પિતા અને ચેલણા જેવી મમ્મી મળી.

.

પપ્પાથી સંગીત જેટલું નજીક એટલાં જ નજીક અમે. પપ્પાનું ઘર એટલે સંગીતનું નગર. વોશ-બેસિનના ખળખળ વહેતા નળમાંથી પણ તમે ‘સા’ ઘૂંટી શકો એવો સૂરીલો માહોલ..! પપ્પા આઠ વર્ષના હતા ત્યારથી મુંબઇમાં છે. કલાકાર તરીકેનો એમનો સંઘર્ષ અમારી આંખો સામેથી પસાર થયો છે. એ દિવસોના પપ્પા અને અત્યારના પપ્પામાં દુનિયાદારીની દ્રષ્ટિએ ઘણો ફેર છે. પણ, અમારા માટે તેઓ ક્યારેક નથી બદલાયા.

એમની કારકિર્દીનો સૂરજ ઊગવાને સંઘર્ષ કરતો હતો ત્યારથી લઇને આજ સુધી એમણે અમને કે મમ્મીને અછતના અંધકારમાં જીવતાં નથી શિખવાડ્યું. જીવન સાથે સમાધાન કરે પણ માંડવાલ કરે, એ પપ્પા ન હોય!

.

દુનિયાની નિષ્ફળતાને ભૂલીને તેઓ જ્યારે અમને ઉછેરતા ત્યારે અમે પણ અંદરથી મક્કમ બની જતાં! પપ્પા એટલે જુસ્સાનો પર્યાય. (અને હા, ક્યારેક ક્યારેક ગુસ્સાનો પણ!)

ગુસ્સાની વાત નીકળી છે ત્યારે યાદ આવે છે બીજલનો જન્મદિવસ… એ દિવસે પપ્પા બીજલ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં પણ, પછી ગુસ્સો ઓસર્યા એટલે પોતે જ રડવા બેસી ગયા… ત્યારે ખબર પડે કે રડવા માટે જ ગુસ્સો કર્યો હશે..!

જો કે ગુસ્સે થવાની પરંપરા હવે વિરાજે સંભાળી છે, પપ્પાને ખખડાવવાની બાબતે વિરાજ ખાસ્સી ઉદાર છે. એમને કોઇ વાતે રોકવા, ટોકવા, વધુ બોલતા અટકાવવા – આ બધા પ્રશ્નો વિરાજ ઉકેલી શકે. જો કે આ પ્રકારના કાર્યક્રમમાં મમ્મીનો ફાળો પણ હૂંફાળો..! છતાં પણ, આ બધાની વચ્ચે પપ્પા એટલે સંગીત… મહેફિલ… વહાલ અને ખુલ્લેખુલ્લું ખડખડાટ હાસ્ય…!

ગુજરાતી સંગીત સાંભળનારો દરેક શ્રોતા જાણે છે કે પપ્પા એટલે સુગમ સંગીત… સંગીતના સંસ્કારો અમારી ઉપર થોપવામાં નથી આવ્યા, અમે કેળવ્યા છે. આત્મસાત કર્યા છે. ઘણા એવા કલાકારોને અમે જોયા છે કે એમનાં દીકરા-દીકરી ઉપર પોતાની કલાનો વારસો ઊતરે એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરતાં હોય…! વળી, ઘણાને એમ હોય છે કે પુરુષોત્તમભાઇની દીકરીઓને તો સંગીત આવડવું જ જોઇએ ને! પપ્પાએ ‘મસ્તી પડે તો જ ગાવું’ – ના આગ્રહની પરંપરા અમને સોંપી છે.

એમની પાસેથી અમે સંગીતની ઘણી બારીકાઇ શીખ્યાં છીએ. હારમોનિયની સફેદ અને કાળી પટ્ટીઓનો સંપ શીખ્યાં છીએ. પપ્પા બેસ્ટ પરફોર્મર છે. ઉત્તમ ગાયક, ઉત્તમ સ્વરાંકન, ઉત્તમ કવિતા – આમ, બધું જ ઉત્તમ ભેગું થાય ત્યારે ‘શ્રેષ્ઠ’ – પરફોર્મરનો જન્મ થયો હોય છે. એમનાં ગીતો અમે હજ્જારો વાર હજ્જારોની સંખ્યામાં એમના જ કંઠે સાંભળ્યા છે છતાંયે અમને ‘કાન છુટ્ટો’ કરવાનું મન ક્યારેક નથી થયું. પપ્પાનું સંગીત અમને વધુ ગુજરાતી બનાવે છે.

.

પપ્પા બીજાના કાર્યક્રમોને પણ સાંભળે… સારુ લાગે તો દાદનો વરસાદ વરસાવી દે. વળી, પપ્પા નવી ટેલેન્ટને ઉછેરવામાં વધુ પડતાં ઉત્સાહી… આ બાબતે બહુ ઓછા કલાકાર એવા હશે જે ‘નવા’ ને સ્વીકારવામાં એમનાં જેટલો ઉસ્તાહ બતાવી શક્યા હોય.

ક્યારેક પપ્પાની ખૂબ ચિંતા થાય છે, એમના ‘પોઝિટિવ એટિટ્યૂડ’ – ને કારણે. તેઓ તબિયતની ચિંતા કર્યા વગર પ્રવાસો અને કાર્યક્રમો કર્યા જ કરે છે. ઉપરના સૂર ભરે છે ત્યારે ભૂલી જાય છે કે એમણે બાયપાસ કરાવી છે. (જો કે ગાતી વખતે બધું જ ભૂલી જાય એનું જ નામ કલાકાર ને!) આ બધું એટલે કહ્યું છે કારણ કે ‘પિતાની ચિંતા’ એ દીકરીઓનો વિશેષાધિકાર છે.

.

એમની બધી જ મર્યાદા વચ્ચે એમની વિશેષતાને દુનિયા સલામ કરે છે અને અમે એમની વિશેષતાઓને પ્રણામ કરીએ છીએ. એમણે ક્યારેય સ્ટેજ પરથી અમારી પાસે એમનાં જ સ્વરાંકનો ગવડાવવાનો આગ્રહ નથી રાખ્યો. એમણે અમારી પાસે બીજા સ્વરકારોનાં સ્વરાંકનો જ ગવડાવ્યાં છે. પણ, એ વાત ખરી કે અમે ગાતાં હોઇએ છીએ ત્યારે એમના ચહેરાનો હાવભાવ જોઇને અમને જે ખુશી થાય છે એવી ખુશી બીજે ક્યાંય નથી મળતી..!

.

આજે તો પપ્પા ઉંમરના એવા પડાવ પર છે જ્યાં સંઘર્ષનો ભૂતકાળ હવે હર્ષનો વર્તમાનકાળ બની ગયો છે. એ વિદેશ ગયા હોય છે ત્યારે પણ હમણાં ચાલીને અમારા ઘરે આવશે અને અમારા દીકરાઓ જોડે ક્રિકેટ રમશે – એવો આભાસ થાય છે.

યાદ છે ત્યાં સુધી બીજલના લગ્ન વખતે પપ્પા ખૂબ રડેલા. જેનાથી એમની તબિયતને અસર થઇ હતી. એટલે વિરાજના લગ્ન વખતે અમે નક્કી કરેલા પ્લાન મુજબ એમને સૌથી છેલ્લે મળીને વિરાજે સીધા નીકળી જ જવાનું રાખ્યું. વળી, અમે બધાએ એમને બીજા કામમાં રોકી રાખ્યા. આવું એટલા માટે કર્યું હતું કે એમની તબિયતને અસર ન થાય. ‘સોરી પપ્પા, પણ રડતા પપ્પાને જોવાનું કઇ દીકરીઓને ગમે?’

.

આમ તો ધારેલું કે પપ્પાને પત્ર સ્વરૂપે વાત કરતાં હોઇએ એ રીતે લખવું, પણ પછી વિચાર આવ્યો કે પપ્પાને પત્ર લખવો પડે એટલે દૂર રાખવાનું કોઇ કારણ? પપ્પા વિશે લખવું એટલે અરીસા સામે ઊભા રહીને આપણે જ આપણો ફોટો પાડવો; જેમાં ફ્લૅશના અજવાળા સિવાય કંઇ જ દેખાતું નથી હોતું !

112 replies on “સ્વરકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય”

  1. ઘણા દૂર હોવાને કાર ણે અમારે વેબ સાઇટથી જ લાભ મળે તે લઈને આનંદ મેળવીએ છે.

    ખુબ ખુબ અભિનંદન અને સારી તન્દ્દુરસ્તી મળે એજ મનોકામના.

    નવીન કાટવાળા

  2. Shri Purshottam Upadhyay…A Real Sangeet Samrat…A Legendry Singer.
    I got a privilege to listen him at MUSCAT on Gujarat Day celebration on 1st May, 2015. At the age of 81, he sung so well and made the event ever-memorable. Love you Pursottambhai. We Wish you a long & healthy life so that you can keep the Sugam-Sangeet Deep Prajwalit….! Hats off…!

  3. સુગમ સંગીતને ઘર ઘર સુધી પહોંચાડનાર, સુગમ સંગીતની યુનિવેર્સિટી સમાન પુરષોતમભાઈ વિશે હું તો શું લખી શકું, પણ આજે હું જે થોડું પણ ગાઈ શકું છું.એ પુરષોતમભાઈને સાંભળી સાંભળીને. ઈશ્વર આ અદ્દભુત વ્યક્તિત્વને દીર્ઘાયુ આપે જેથી સંગીત પ્રેમીઓને લાભ મળતો રહે…

  4. ગુજરાતિે સુગમ સ્ન્ગિત નુ ઉત્તમ ઘરેણુ એટ્લે શ્રેી પુરુત્ત્તતઓત્ત્મ ભઈ.
    i am his fan.
    i was trying to get his following songs- which he sang on radio many years back. i wish to have those same songs.
    1 Ronak chhe etle k badhe taru sthan chhe.
    2 taro chhedlo tu mathe rakhne jara aato
    3 chaitar vaishakh na taap chhe o gori on
    if any one knows the sources to get these songs, please let me know. i will be highly delighted and thankful.
    regards,
    devang nanavati

  5. I heard many times from my sister about Purshottambhai about when he was studying in Uttarsanda.
    All the teacher like him and they want him to stay in their class and and they purposely failed him, and this continue for couple of years !!! I like his songs and personally saw him in u.s.a. and enjoyed too much.

  6. mu. Purushottambhai na live sampark ma thoda samay pahela j aavi shakyo te mate atyant khed anubhavu chhu.
    temna mob no melavava mate mathaman karvi padi pan ante safalta malta, temni sathe vat kari ane JINDAGI NI AA MADHUR ANE YAADGAR PALO NE hridaya ma ankit kari.
    Mu. Purushottambhai ni kala mate shu kahevu? temna Fan chhie? na, na, aa shabdo chalu chhe.
    To pachhi LOVERS chhie em kahevu? Na, na, ema hridaya ni lagnio abhivyakta thati nathi. Ante dirgh manomanthan pachhi, ek shabd malyo, jema ame temni kala pratye bhav sabhar lagni vyakta kari shakya. Ame temne kahyu ke, “Purushottambhai, tamari kala ni ame, GOPIO chhie. Temne manya vina amri savar padti nathi. Meditation ma temna sangeet no sathwaro sampadyo chhe. 68ma varshe khed jarur chhe k temne manvani amri umar tunki padshe. Etle Prabhu ne aajeejee chhe ke Mu. Purushottambhai ne ane amne pan dirghayu banave, jethi baki ni zindagi ma ame temne mantaa rahie.

  7. Hi Purshottambhai,

    So many things came into my mind. India, East Africa, New Jersey, Lagnotsav, Sur Shamana, Bhavan’s and much more. You are a true Gem for Gujarati Gazals ,Raas Garba, Sugam Sangeet and Lagna Geet.

  8. મિત્રને ઘેર લાંબી રાત સુધી બેસી, પુરુષોત્તમભાઈ અને હંસાબેનને સાંભળેલા. હજીયે વાગોળિયે છીએ.
    પુરુષોત્તમભાઈએ અમારા જેવા કાંઈકને ગીત-સંગીતની સમજણ આપી અને એથીયે વધુ આસ્વાદ કરાવ્યો.
    કેટકેટલા ગીતો યાદ કરીયે?
    અને એમની સાદગી, સહ્રદયતા, પ્રેમ, લાગણી આ બધું ભીંજવી નાખે છે. તે રાત્રે, ઘરમાં શેત્રંજી પાથરીને માઈક વગર ગાવાનુ, ચવાણુ અને ચા સાથે મઝાક કરતા રાત ક્યારે વીતી ગઈ, અને હજી કાઈંક સાભળીએ ….

    – સુરેશ શાહ

  9. શ્રિ પુ.ઉ. નિ ” મલશે હે હ્રદય” , અદભુત ગઝલ નિ એમ પિ થ્રિ ક્યાથિ મલિ શકે.

  10. પુરુશોત્તમ્ભાઈ ની રચના ઓ અદ્ભુત છે. એમના પ્રાર્ંભીક વર્ષોની રચનાઓ માં “ઓલ્યા માંડવાની જુઇ….” તો એ વર્ષોની સર્વ શ્રેષ્ઠ રચનાઓ માહેંની એક ગણાય્…તેઓના સંગીત મઢેલા ગીતો અને ગઝલો માણવા એ પણ એક લહાવો છે…મારી પાસે તેમના લાઈવ સ્ટેજ કર્યક્રમો નો સારો એવો સંગ્રહ છે..જે મારા પાછલા વર્ષો માં માણવાની અમુલ્ય મુડી છે….ઘણું જીવો પુરુષોત્તમ્ભાઈ…

  11. AT the age of 7 years my seen my elders listening to EP of gujarati sugam sangeet by purshottam upadhyay. one of ghazal was sung by begam akhtar …” main taji tari tammana teno aa anjam 6…. ke have sache j lage 6 ke taru kam 6.”… moved me from inside … at that time we were learning raagas in primery school . and it became trend to find the raag of the composition which were offered to us to listen. eventually that became second nature,…. so gradually by listening to him i became the real beneficiary of gujarati sugam . Today after 35 years still if i listen his voice anywhere…my heart jumps anmd i stop any activity to listen to him. Ek var shyam tame radha ne kahi dyo ke….. ke pachhi…. tu kaurav tu pandav manava tu raavan tu raam… haji pan prastut 6. hats off to the pioneer of gujarati sugam sangeeet…. ene live sambhalva ek lahvo 6.. e tamne upadi ne sudama banavi de…( jeni gothadi today nahi todi … ) ke tyathi upadi ne mukkada ka sikandar baanvi de( game tya hu dubu game tya hu nikalu 6 mari pratikhsa kinare kinare)

    • મને શ્રેી પુરુશ્ત્તમ્ભૈ એ ગાયેલ એક વેલ ના અનેક તુમ્બદા ગેીત સાભળવુ સે.
      આભાર્
      I shall be thankful if you would arrange to play/put a song “Ek Vel na anek tumbada sau na bhag nirala re,
      sang by Shri Purushttam Upadhaya

  12. ગુજરાત ના વિરલ સામ્ભલિને ખરેખર આનદ થાય ચે

  13. મને યાદ છે,હું જયારે ૮ કે ૯ વર્ષની હતી ત્યારે વાલકેશ્વર,મુંબઈમાં મારા ‘માં’ના મામા ને ઘરે સંગીતની બેઠક થતી અને શ્રી પુરુષોત્તમ ભાઈને અમે બોલાવતા.તેમના ઘણા લોકપ્રિય ગીતો આજે છે તેમાંના ગીતો રૂબરૂ વર્ષો પહેલાં સાંભળ્યા છે.પણ,મહેફિલને અંતે જેમ ભૈરવી હોય તેમાંમારી સંગીત મહેફિલને અંતે તેઓને “દીકરી ચાલી,પોતાને સાસરિયે.”આ ગીત ની ફરમાઇશ મારા મામી કરતાં.અને પછી એ ગીત સાંભળતાં સાંભળતાં ખૂબ રોતાં.પુરુષોત્તમભાઈ આ ગીત અદ્ભુત રીતે રજુ કરતાં.અને મેં તેઓને શરૂઆતના વર્ષોમાં ઘર બેઠકમાં સાંભળ્યા છે એનો મને ગર્વ છે.

  14. GUJARATI SANGEET NE JENE JIVANT RAKHYU CHE ANE
    KETLIYE ADHABHUT RACHNA NE SWARBADDHA KAREL CHE
    MURABI SHRI PURUSHOTTAMBHAI NE PRANAM ANEK VAKHAT
    TV MA SAMBHLEL CHE MAAN LALCHAYCHE DIVSO JUDINA…
    RACHNA …

  15. Dear purshottambhai,

    Me tamaru geet sambhadyu maru khvanu che sapanu ,kharekhar khub saras rajuaat che.thank you.
    mane sugmsangeet sikhvu che.hu india ni bahar rav chu ,to kaik online sikhi saku classical music to tamaro dhano badho aabhar manish

    thank you

    varsha survaiya

  16. ક્યારે ન સાંભ્ળયુ નહોય તેવુ સંગીત અમોએ રેંડીયો ટહુકો પાસેથી સાંભ્ળેલ છે.જે ગણી આનંદની વાત છે,

  17. kevi hashe ma ya ma mane kadie na sambhre ava shabdo barabar yad nathi mane ae geet khubaj game chhe jaishree bahen, mukva maherbani karsho ?tahuko divse divse vadhu ne vadhu saras thatu jay chhe thanks a lot

  18. ામર ભટ્ના શબ્દોમ પુરુષોત્તમભાઈનો સારો પરિચય થયો. વિરાજ બીજલની વાતો ખુબજ હ્રદયસ્પર્શી.

  19. સુર મંદીરદ્વારા બહાર બાળ ગીતની કેસેટ જે મેં ૧૯૮૬ ની સાલ માં લીધીહતી;ધન વગરના ધનજીભાઈ …….થી મને એક એક ઝાડવાની માયા….વગેરે એ કેસેટ જોઈએ છે મદદ કરશો

  20. વરસો વિતિ ગયા! પુરુશોત્તમ ભૈ ને મલ્યે ! એવો એક સમય હતો જ્યારે મુમ્બૈ મા રહેતા ત્યારે મલવાનુ થતુ.હવે Radio, T.V. અને computer પર મુલાકાત થિ સન્તોશ માનવો રહ્ય્યો ! Myself and my better half Pushpa have always enjoyed listening to his ever enchanting, ever lasting, ever pleasing music ! Gujarati script tried but was not very successful ! Maybe I need practicing ! Purushottambhai ne Ishwar khub dirgh ane tandurast jivan ape evi Shub kamna sathe virmu chhu.

  21. respected purshottam dada…. my papa is 1 of the great fan of yours…
    his name is dinesh parmar….
    u r like a god for him…..
    really.. i m nt kidding…..!!!
    i also love u a lot dadaji..
    thanks 4 being gujrati… we r proud gujju….

  22. કોણ જાણે કેટલામી વખત આ વાઁચુઁ છુઁ.
    પરમ ક્ર્પાળુ પરમેશ્વરના આશિર્વાદ સૌ
    પર સદાય વરસતા રહો, એવી નમ્ર પ્રાર્થના !

  23. સાંજ પડી ઘર આવો બાલમ પન્થ ખડી ઘર આવો બાલમ
    શક્ય હોય તો સંળાવશો… પ્લીઝ… ટી. વી. પર એક વખત જોઇ હતી…

  24. પુરુશોત્તમભાઈ ને શાંભળવાનો એક લ્હાવો છે.એમને શાભળયા વગર નો એક્પણ દિવસ જ્તો નથી. એમની ૭૫મી વષૅગાઠ નિમીતે નવસારી ખાતે ટાટા હોલમા એક કાયૅક્રમમા,તેમજ તા.૩૧/૦૩/૨૦૧૨ ના દિને પણ ટાટા હોલમા એમને શાભળવાની ખુબજ મઝા આવી.એમના સુગમ સંગીત અન ગઝલ શાંભળવાથી આખા દિવસનો થાક ઊતરી જાયે છે. એ મારો અનુભવ છે.

  25. Hi Friends,,

    I am very much fan of Mr.Upadyay. I am looking for one song ,,,

    saanj padi ghar aavo balam, if any one have a link of song please e-mail me.

    Thanks

    MANOJ,, CANADA

    • U tube par manno viram search karjo. E lagbhag ૧ kalakno karyakram chhe. Ema sanj padi ghar aavo e geet chhe.

  26. હુ એક ગેીત શોધુ શુ ,, સાજ પદિ ઘર આવો બલમ્, કોઇ નિ પાસે હોય તો મને મૈલ કર્જો.

    મનોજ્

  27. Partham prabhuji sathe prit na kidhi aene muva pachhi Sant banove, Tulsi mangavo, aene tilak karavo.

    – Aa bhajan shodhi apsho to khubaj meharbani.

    • હુ પન ‘પ્થ્મ પ્ભુજિ સથે પ્રેીત્ …….. શોધુ ચ્હયો ચ્

      • I am also searching for this song badly. can someone help find ‘Pratham Prabhuji saathe Preet na kidhi, muva taane sant banavo…….’?

  28. ક્યા હશે આવા મોર્લના શદ અને કોકિલ કન્ધિ અવાજ્ મ્ને રુબરુ શભલ્વા મલેલો ૧૯૭૩ મા લગ્ભગ વલસાદ મા શેથ આર્ જે, જે ના હોલ્મા, અમોૂ મ્ર્યદિત આમન્ત્રિતો હતા અએ મેહ્ફિલ આજે પાન મ્ને યાદ આવેે પુર્સોતમ્ ઉપાધ્યા, સારોજ ગુદાનિ,રાજુલ માહેતા, હશા દવે, અતુલ દેસએ, અને ઘનજ નમન્કિત ગુજરતિ ગયક ક્લાકરો ને સભલ્વા નો અએ દિન નો લ્હવો હજિ ભુલતો નથિ, જ્યા સોમ્નથ ને દ્વર્કેશ અને પસિમ કેરા દેવ જય જય ગર્વિ ગુજરત નાએ શબ્દો આજે મરિ ૭૦ વર્શ નિ વયે પન ભુલિ શક્તો નથિ, ખરે ખર અએજે ગુજરત નો અમાર વર્શો.

  29. પુરુષોત્તમભઇ ને સાંભળીને જાણે ગુજરાતી સ્વર ગૌરવગાથા સાંભળી. ગુલ્મહોર સીવાય તેમની cds કૅ કેસેટ ની યાદી મળી શકે??? thanks…

    • કંઠે ગુલમહોર નો ઠાઠ
      અનુભુતી
      હૈયા ને દરબાર
      અને બીજી ઘણી બધી…

  30. પુરુષોત્તમભઇ ને સાંભળીને જાણે ગુજરાતી સ્વર ગૌરવગાથા સાંભળી. ગુલ્મહોર સીવાય તેમની cds કૅ કેસેટ ની યાદી મળી શકે?

  31. શ્રી જયશ્રીબેન,ઘણા વખતે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ને સાંભળું છું,આભાર,’ટહુકો’.
    ગુજરાતી સુગમ સંગીત નુ બહુમુલ્ય રતન છે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય.

    બંસીલાલ ધ્રુવ.

  32. Madam,
    congratulation.
    very good website.
    for every gujarati have to visit this. if they proud to be a gujarati.
    all the best and best wishes from
    Bhavi Desai/Vibha Desai/Vatsal and Vedant
    surat

  33. પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે ગુજરાતી સુગમસન્ગીત નો પ્રાણ. પુરુષોત્તમ ઉપાધ્યાય એટલે જ ગુજરાતી સુગમસન્ગીત. પુરુષોત્તમ ઉપાધ્યાય ન હોત તો ગુજરાતી સુગમસન્ગીત પણ ન હોત. મારે મતે તો જેમ બન્ગાળ મા રવિન્દ્ર-સન્ગીત છે તેમ આપણા ગુજરાત મા પુરુષોત્તમ-સન્ગીત છે જેને આપણે સુગમ સન્ગીત કહી ને વખાણીએ છીએ. ગુજરાતી કવીઓ ના શબ્દો ને સ્વર અને સૂર નો સુન્દર શણગાર સજાવી ને આપણી સમક્ષ રજુ કરી ને, સમ્ભળાવી ને, સમઝાવી ને, આપણ ને ગુજરાતી કવિતા નો આન્નદ લેતા કર્યા, સન્ગીત સમઝતા કર્યા તે માટે ગુજરાત અને ગુજરાતીઓ પુરષોત્તમભાઈ ના “યાવદ ચ્ન્દ્ર દિવાકરૌ” રૂણી રહેશે.

  34. સમ્યક તનોતિ …સન્તાન્.ાઅવિનાશ ભાઈ ના માનસ પુત્ર તરિકે ગુજરાતિ ભાષા અને સન્ગિત ને ખુબજ ઉન્ચાઈ એ લઅઈ જઈ નામ રોશન કર્યુ….ખુબજ અભિનન્દન અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના…..

  35. શ્રેી પુરષોત્તમભાઈ ના ગેીતો મને બહુ જ ગમે. મળતેી ઉપલબ્ધ કેસેટો મેળવેી લેીધેી પણ મને જોઈતેી “નહેી રે જણેલેી કદેી નહેી રે મળેલેી એવેી ક્રુષણ સુદામાનેી જોડેી” , “વાતે વાતે તને વાકુ પડ્યુ” , “કઈ કામ બને” જેવા ગેીતો વાળેી કેસેટ મળેી સકેી નથેી. માત્ર રેડેીયા મા થોડાક ગેીત સાંભળવા મળે છે. જે કેસેટ નેી મને પ્રતેીક્ષા છે. અમદવાદ દુરદર્શન પર ૫-૬ વર્ષ પેહલા ડાયરા જેવો પ્રોગ્રામ આવેલો ખુબ સરસ હતો. તે ફરેી જોવા નથેી મળ્યા.
    પુરષોત્તમભાઈ ના ગેીત તથા ગઝલ અવારનવાર સાંભળતો રહુ છુ. આજે પણ તેમનો સ્વર અદભુત છે.

  36. Bahu varsho pahela, Shri Purshottamji ne sambhadya hata, Durdarshan par, that was “Divso Judai na Jay che”, 1989 – 1991. Emna original awaj ni CD I want. He is smiply Great.

  37. શ્રી જયશ્રી…..આ લેખ માં મુકેલી ગઝલ “ઉપેક્ષા નઈ તો બિજુ તથ્ય શું છે” એ કયા આલ્બમ માંથી મુકી છે તે જણાવી શકશો…..????.
    મારે એ આલ્બમ ખરીદવો છે…….

  38. જ્યાઁ જ્યાઁ વસે એક ગુજરાતી,ત્યાઁ સદાકાળ ગુજરાત !
    ગાયકશ્રેી અને હન્સાબહેનને સાઁભળવાનો લ્હાવો લીધો છે.
    બન્નેના કઁઠ કામણગારા છે.બે બહેનો પૈકી એક તરફથી
    સ્વભાવ દર્શન થયુઁ ને આનઁદ પણ થયો !મજા પડે જ ને ?
    બહેનોના કઁઠ પણ ઘણા જ મોહક છે !શેીતલ સન્ગેીત રડિયો
    અને કૉમ્પ્યુટર મારફતે હજુ ય સાઁભળુઁ છુઁ.પુરુષોત્તમભાઇને
    શુભેચ્ચ્છાઓ.બન્ને બહેનોને પણ શુભાશિષ.તક બદલ આભાર !

  39. હજુ હમના જ ગુજરાત સમાચાર ના પ્રોગ્રામમ પુરશોતમભઐઇ ને માન્યા. બહુ જ મઝા આવિ.દિકરિ નિ કલમે પિતા વિશે વન્ચિને દુર દરિયા પર રહેલ પિતા યાદ્દ આવિ ગયા.ગુજરાતિ સુગમ સન્ગિત ને માનવા લાયક બનાવ્યુ ભઐએ જ્ થન્ક્સ્

  40. આ લેખ માં શ્રી પુરુષોતમ ભાઈ ના આછા પરીચય સાથે મુકેલી ગઝલો અદ્અભુત છે. તેમાય ખાસ કરીને “ઉપેક્ષા માં નઈ તો બિજુ તથ્ય શુ છે” ને ” કોણ કહેછે લક્ષય વિધે કોઇ એવો જણ નથી ” મારી ખુબજ પ્રિય ગઝલો છે. આપ મિત્રો ને પણ સાંભળીને ખુબજ આનંદ આવશે.

  41. પુરુશોત્તમ ભાઇને લાઇવ પહેલી વખત સાભળવાનો મોકો મળીયો સુરત ખાતે ના તેમના પ્રોગામ મા.ખુબ ખુબ આનન્દ થયો.જો કોઇ વ્યક્તિ ને ગુજરાતી સુગમ નો ચાહક બનવવો હોય તો તેને પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય ની કોઇ રચના સંભળાવો.” અદભુત અવાજ” સાથે સાથે ભાશા તરફ નો તેમનો ખુબ જ પ્રેમ નો અનુભવ થયો. લોકો એ તેમની sence of humer પણ માણી. અમરભાઈની સાથે સંમત કે પુરૂષોત્તમભાઈ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. ગુજારાતી સન્ગીત ના ચાહક લોકોઆ એ જો જિદગી મા તેમને એક વાર લાઈવ સાભળૅ તો બિજી વાર ગમે તેટલા રુપિયા ખરચવા પડે તો પણ તેમને સભળવાનુ ચુકે નહિ. જો કોઇ નિ પસે મારિ કોઇ ડાળખિ મા પાદ્ડા નથિ’ગીત હોય તો મુકલવા વિનતી.

  42. પુરુશોત્તમ ભાઇને લાઇવ પહેલી વખત સાભળવાનો મોકો મળીયો સુરત ખાતે ના તેમના પ્રોગામ મા.ખુબ ખુબ આનન્દ થયો.જો કોઇ વ્યક્તિ ને ગુજરાતી સુગમ નો ચાહક બનવવો હોય તો તેને પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય ની કોઇ રચના સંભળાવો.” અદભુત અવાજ” સાથે સાથે ભાશા તરફ નો તેમનો ખુબ જ પ્રેમ નો અનુભવ થયો. લોકો એ તેમની sence of humer પણ માણી. અમરભાઈની સાથે સંમત કે પુરૂષોત્તમભાઈ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. ગુજારાતી સન્ગીત ના ચાહક લોકોઆ એ જો જિદગી મા તેમને એક વાર લાઈવ સાભળૅ તો બિજી વાર ગમે તેટલા રુપિયા ખરચવા પડે તો પણ તેમને સભળવાનુ ચુકે નહિ. જો કોઇ નિ પસે મારિ કોઇ ડાળખિ મા પાદ્ડા નથિ’ગીત હોય તો મુકલવા વિનતી.

  43. મારી પહેલી ગુજરાતી ગીત ની કેસેટ ‘ગુલમહોર’ ત્યાર થી ગુજરાતી ગીતો સાભળવાનો રસ લાગ્યો, જે આજ સુધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *